________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચારે મિત્રોએ અગ્નિશર્માને ડૂબકીઓ ખવડાવી. ઝેરીમલે અગ્લિશર્માના માથે અને મોઢે હાથ ફેરવીને કહ્યું : “કેમ બચ્ચ, મજા આવી ને? કેટલો બધો તને નવડાવ્યો?'
હવે મારે નથી નાહવું... મને મારા ઘેર જવા દો.” એમ કહીને તે ઊભો થવા જાય છે. ત્યાં ગુણસેને એના માથા પર એક મુક્કો જડી દીધો.. ચીસ પાડતો અગ્નિશર્મા કૂવાના કાંઠે ઢળી પડ્યો.
ગુણાસને આજ્ઞા કરી : “ચઢાવી દો આને ગધેડા પર.. અને સવારી નગર તરફ લઈ ચાલો.' કૃષ્ણકાંતે રોતા-કકળતા અગ્નિશર્માને ગધેડા પર બેસાડ્યો.... ને ગધેડો ઊછળ્યો. કૃષ્ણકાંતને એક જોરદાર લાત ઠોકી દીધી. કૃષ્ણકાંતના મોઢામાંથી ચીસ પડી ગઈ. અગ્નિશર્માએ તાલીઓ પાડી ને ખડખડાટ હસ્યો. ગુસ્સે થયેલા કૃષ્ણકાંતે અગ્નિશર્માને ધીબી નાંખ્યો. શત્રુને જોરજોરથી ઢોલ વગાડવા માંડ્યું.
સવારી નગર તરફ ઊપડી. ગધેડો લગભગ દોડતો જ હતો, એટલે સહુ લોકો એની પાછળ દોડવા લાગ્યા. રાજમહેલથી થોડેક દૂર એક મેદાનમાં પહોંચ્યા પછી ગુણસને શત્રુઘ્નને કહ્યું : “જા, આ પોટલાને એને ઘેર ફેંકી આવ.'
શત્રુઘ્ન અગ્નિશર્માને બે હાથે ઉપાડીને ખભે નાખ્યો... ને બ્રાહ્મણોના મહોલ્લામાં જઈને, વજ્ઞદત્તના ઘરમાં દાખલ થયો. “પુરોહિત, લે તારો આ દીકર... આજનો ખેલ પૂરો થયો!' એમ કહીને ખાટલામાં તેનો ઘા કર્યો, અને હસતો-હસતો તે ઘરની બહાર નીકળી ગયો.
ખાટલામાં પડતાંની સાથે જ અગ્નિશર્મા બેહોશ થઈ ગયો, મૂચ્છિત થઈ ગયો. સોમદેવા અને યજ્ઞદર ખાટલાની પાસે બેસી ગયાં... રોતાં રોતાં. પુત્રના શરીરને પસવારવા લાગ્યાં. આજે બે ઘડીમાં જ એની મૂચ્છ દૂર થઈ ગઈ. પરંતુ એનું શરીર તાવથી ધખવા લાગ્યું. ભયંકર ઠંડીથી એ ધ્રૂજવા લાગ્યો... “મને ઓઢાડ.... મને ખૂબ ઠંડી લાગે છે... ઓ મા... મને બચાવો... આ દુષ્ટો મને મારી નાંખે છે...”
યજ્ઞદત્તે અગ્નિશર્માને ચાર ગોદડાં ઓઢાડ્યાં. ઘરમાંથી ઔષધ કાઢીને તેના હાથે-પગે ચોળ્યું. મરી-મસાલા નાંખીને ઉકાળો બનાવી અને પિવડાવ્યો. બે ઘડી પછી અગ્નિશર્માને ઊંઘ આવી ગઈ. પરંતુ આખી રાત, ખાધા-પીધા વિના, યજ્ઞદત્ત અને સોમદેવા પુત્રનો ખાટલો પકડીને બેસી રહ્યો.
દુઃખ, ત્રાસ અને વિટંબણાઓએ એમનાં મોઢાં સીવી દીધાં હતાં. સોમદેવા મનમાં ને મનમાં ઈશ્વરને ઉપાલંભ આપતી રહી, અને યજ્ઞદત્ત મનમાં ને મનમાં ઈશ્વરસ્મરણ કરતા રહ્યા.
-
-
-
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only