________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા, પ્રજામાં વિક્ષોભ પેદા થયો છે.” નગરશ્રેષ્ઠી પ્રિયમિત્રે મહાજન તરફથી વાતનો પ્રારંભ કર્યો.
શાથી વિક્ષોભ પેદા થયો છે?' મહારાજા પૂર્ણચંદ્ર શાંતિથી પૂછ્યું.
મહારાજ કુમાર ગુણસેન, કેટલાય સમયથી પુરોહિતપુત્ર અગ્નિશર્માનું દૂર ઉત્પીડન કરી રહ્યા છે. કારણ કે અગ્નિશર્માનું શરીર કદરૂપું છે.”
બાળકો આવા માણસને જુએ એટલે હસે. ચિડાવે... તે સ્વાભાવિક હોય છે શ્રેષ્ઠિ. એટલા માટે મહાજનને અહીં સુધી આવવું પડે, એ ન સમજાય એવી વાત છે.' રાજા પૂર્ણચન્ટે ગંભીરતાથી કહ્યું.
મહારાજા, જો એટલું જ હોત તો અમે આપની પાસે ફરિયાદ લઈને ના આવત, પરંતુ વાત આટલી જ નથી, ઘણી આગળ વધી ગયેલી છે. રજા વિના પુરોહિત યજ્ઞદત્તના ઘરમાં ઘૂસી જવું, પુરોહિત અને પુરોહિત પત્નીને ધાક-ધમકી આપવી, બલાત્કારથી તેમના પુત્ર અગ્નિશર્માને ઉપાડી જવો, ગધેડા પર બેસાડવો. કાંટાનો મુગટ પહેરાવવો... સૂપડાનું છત્ર ધરાવું... ઢોલ-ત્રાંસા વગાડીને આખા નગરમાં ફેરવવો... પછી અગ્નિશર્માને દોરડાથી બાંધી કૂવામાં ઉતારવો, તેને ડૂબકીઓ ખવડાવવી..
મહારાજા, આ તો હદ થાય છે. આ તો અમે એક માત્ર ઉત્પીડનની વાત કરી, આવા તો અનેક પ્રકારનાં ઉત્પીડન કરીને મહારાજ કુમાર અને એમના મિત્રો પાશવી આનંદ લૂંટી રહ્યા છે. અને બીજી બાજુ પુરોહિત અને પુરોહિત-પત્ની, પુત્રની ઘોર પીડા-વેદનાથી અતિ દુઃખી થઈ ગયાં છે...
નગરશ્રેષ્ઠિ! તમે કહેલી વાત ગંભીર છે. રાજકુમારનું વર્તન દુષ્ટ કહેવાય. હું એને ઉપાલંભ આપીશ, અને હવે અગ્નિશર્માને પીડા ના આપે, તેની તાકીદ કરીશ. તમે પુરોહિત યજ્ઞદત્તને આશ્વાસન આપજો. ભવિષ્યમાં જે કુમારને પ્રજાવત્સલ બનવાનું છે, તેનાથી આવું ઘોર દુષ્કૃત્ય ન જ કરાય.”
મહાજનો આશ્વસ્ત થયા. મહારાજા પૂર્ણચન્ટે મહાજનોનો ઉચિત સત્કાર કરીને વિદાય આપી, મહાજનોને વિદાય કરીને મહારાજા પોતે રાણીવાસમાં પહોંચ્યા. વૃદ્ધ કંચૂકીએ રાણીવાસમાં જઈને મહારાણી કુમુદિનીને સમાચાર આપ્યા : “મહારાજા પધાર્યા છે.' રાણી તરત જ રાણીવાસના દ્વારે પહોંચી. મહારાજાનું સ્વાગત કર્યું.
ભાગ-૧ ( ભવ પહેલો
૧0
For Private And Personal Use Only