________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મહારાજાને રત્નજડિત સિંહાસન પર બેસાડીને રાણીએ પૂછ્યું :
‘નાથ, કેમ અત્યારે અહીં આવવું પડ્યું? આપના મુખ પર વિષાદની રેખાઓ
ઊપસી આવી છે... કંઈ અશુભ...?'
મહારાજાએ રાણીને સામે જોયું... બે ક્ષણ મૌન રહીને તેમણે કહ્યું :
‘દેવી, કુમારથી પ્રજા નારાજ છે.’
‘કુમારે એવું કયું અકાર્ય કર્યું છે નાથ?’
‘પ્રજાજનનું ઉત્પીડન,'
‘કેવી રીતે!’
‘પુરોહિત યજ્ઞદત્તને તું જાણે છે. એનો પુત્ર અગ્નિશર્મા છે. તેનું શરીર, તેનાં પૂર્વકૃત પાપકર્મોના કારણે ઘણું કદરૂપું છે. તે અગ્નિશર્માને કુમાર અને એના મિત્રો રોજ રંજાડે છે.'
‘આપને કોણે જાણ કરી?'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહાજનોએ.’
‘મહાજનોને કુમાર વિરુદ્ધ ફરિયાદ કરવા આવવું પડ્યું?’
'હા, પ્રજામાં આ વાતના કારણે ઘણો જ વિક્ષોભ પેદા થયો છે. મહાજનનું કર્તવ્ય છે કે નગરના વાતાવરણની મને જાણ કરે.’
શ્રી સમરાદિત્ય મહાથા
રાણી કુમુદિનીએ કંઈક યાદ કરતાં કહ્યું : ‘દેવ, એક દિવસ કુમારે મને વાત કરી હતી... એક બ્રાહ્મણપુત્ર છે... ખૂબ કદરૂપો છે...
* ત્રિકોણ મસ્તક
* ગોળ-માંજરી આંખો
* ચપટું નાક
* કાણાં જેવા કાન
* લાંબા-લાંબા દાંત
* લાંબી-વાંકી ડોક
* વાંકા-ટૂંકા હાથ
* ટૂંકી-સપાટ છાતી
* લાંબું-વાંકું પેટ
* જાડી-ટૂંકી સાથળ
* પહોળા-વાંકા પગ...
For Private And Personal Use Only
११