________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પીળા-ઊંચા વાળ... આવું કંઈક વર્ણન કરતો હતો એ બ્રાહ્મણપુત્રનું. કહેતો હતો કે મા, અમે એની સાથે રોજ રમીએ છીએ, બહુ મજા આવે છે. આવા છોકરા સાથે રમવાની બાળકોને મજા આવે... એમાં ફરિયાદ કરવા જેવી વાત મને સમજાતી નથી.”
દેવી, રમવું એક વાત છે, બીજાને ત્રાસ આપવો બીજી વાત છે. ગુણસેન અને એના મિત્રો એ બ્રાહ્મણપુત્રને ત્રાસ આપી રહ્યા છે. એની હાંસી ઉડાવી રહ્યા છે.. એને કુવામાં ઉતારી ડૂબકીઓ ખવડાવી રહ્યા છે... એનાં માતા-પિતાને ડરાવીધમકાવીને બલાત્કારે એને ઉપાડી જાય છે. દેવી, આ બધું કુમારને છાજતું નથી. પ્રજામાં તે અપ્રિય બની ગયો છે.”
મારા પ્રજાવત્સલ મહારાજા, આટલા મોટા નગરમાં... આવા એકાદ છોકરા સાથે કદાચ કુમારે આવું વર્તન કર્યું હોય, તેમાં આપે આટલા બધા ઉદ્વિગ્ન ન બનવું જોઈએ. કુમારે એ કદરૂપા છોકરાને મારી નાખ્યો તો નથી ને?”
માણસને મારી નાખવો, એ જ ગુનો છે? રિબાવવો એ ગુનો નથી? દેવી, તમે કુમારનો પક્ષ લઈને તેના અકાર્યનો બચાવ કરો છો, એ મને પસંદ નથી. પુત્ર જેમ તમને પ્રિય છે, તેમ મને પણ પ્રિય છે. પરંતુ હું એને ખોટાં લાડ લડાવવા માગતો નથી. સંતાનોને ખોટાં લાડ લડાવવાથી માતા-પિતા પોતે જ સંતાનોને અયોગ્ય અને કુપાત્ર બનાવે છે. મહારાજા પૂર્ણચન્દ્ર સિંહાસન ઉપરથી ઊભા થઈને ખંડમાં આંટા મારવા લાગ્યા.
એકનો એક રાજકુમાર રાજા-રાણીને ખૂબ પ્યારો હતો. રાણી કુમુદિની કુમારને વધારે પડતાં લાડ લડાવતી. ખોટાં કામ કરતા કુમારને એ ક્યારેય રોકતી નહીં. રાજા ક્યારેક કુમારને ઠપકો આપે તો રાણી કુમારનો બચાવ કરે. એટલે રાજાએ કુમારને સીધેસીધો ઠપકો આપવાનું બંધ કર્યું હતું. જે કહેવું હોય તે રાણીને જ કહેતા હતા. છતાં, રાણીને કુમાર વિરુદ્ધ કોઈ વાત સાંભળવી ગમતી ન હતી, રાણી ઉપર રાજાનો આ આક્ષેપ હતો જ - “તું કુમારને બગાડી રહી છે. એના વ્યક્તિત્વને ઝાંખું પાડી રહી છે.' રાણીને આ આક્ષેપ કાંટાની જેમ ખૂંચતો હતો.
તું કુમારને રોકીશ, બ્રાહ્મણપુત્રની રિબામણ કરતાં?' "હું એને પૂછીશ..” “અને એ રિબામણ કરે છે, એ નક્કી થયા પછી એને શિક્ષા કરીશ?” શિક્ષા કરવાનું કામ મારું નથી.' એ કામ મારું ને? હું શિક્ષા કરું, પછી તું નારાજ નહીં થાય ને?” તમે શિક્ષા કરશો ને કુમાર રિસાઈને ભાગી જશે તો? એકના એક પુત્ર પર
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only