________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમને દયા નથી આવતી...?” કુમુદિની રડી પડી. આ રીતે રડી પડવાની એની ટેવ હતી. મહારાજા આ ટેવ જાણતા હતા, એટલે રાણીના રુદનની કોઈ અસર તેમના પર ના થઈ.
“ભાગીને ક્યાં જશે? જ્યાં જશે ત્યાંથી હું પકડી લાવીશ! પરંતુ એ ભાગી જવાનો ભય દેખાડીને, સ્વચ્છંદી બનીને પ્રજાને દુઃખ આપે તે મને નથી પાલવતું.”
તમને પેલા કદરૂપા બ્રાહ્મણ-પુત્રની દયા આવે છે, તમારા પોતાના દીકરાની દયા નથી આવતી...”
નિર્દોષ ઉપર દયા આવે. દોષિત પર નહીં. બ્રાહ્મણ-પુત્ર નિર્દોષ છે. માટે એના પર દયા આવે છે. નિર્દોષ પ્રજાજનોને રિબાવનાર રાજા બનવા લાયક નથી.'
મધ્યાહ્નના ભોજનનો સમય થઈ ગયો હતો. કુમાર ગુણસેન મહારાજાની સાથે ભોજન કરવાનું પસંદ કરતો ન હતો. મહારાજા ભોજન કરી લે પછી એ ભોજન કરવા આવતો. પુત્રને જમાડીને પછી રાણી પોતે ભોજન કરતી.
પરંતુ આજે અચાનક કુમાર રાણીવાસમાં આવી ગયો. ત્યાં મહારાજાને જોઈને રાણીવાસના દરવાજે જ ઊભો રહી ગયો. મહારાજાએ કુમારને જોયો. પિતા-પુત્રની દષ્ટિ મળી. મહારાજાએ કહ્યું : “આવ કુમાર, ભોજનનો સમય થઈ ગયો છે. આપણે આજે સાથે ભોજન કરીશું.” કુમાર ના પાડી શક્યો નહીં. કારણ કે મહારાજાએ પૂછ્યું નહોતું, આજ્ઞા જ કરી હતી.
રાણી કુમુદિનીના પેટમાં ફાળ પડી. ‘આજે જરૂર પિતા-પુત્રની વચ્ચે ઝઘડો થઈ જશે.'
પિતા-પુત્ર પાસે-પાસે ભોજન માટે બેઠા. કુમુદિનીએ બંનેની થાળીમાં ભોજન પીરસ્યું. પીરસતાં-પીરસતાં એ વારંવાર મહારાજા સામે જોતી હતી, પરંતુ મહારાજાની દૃષ્ટિ થાળી પર સ્થિર હતી. એ વિચારમાં ડૂબેલા હતા : “જમતાં પહેલાં વાત કરવી નથી, જમ્યા પછી વાત કરું. ખાલી પેટ ઠપકો પચાવી શકતું નથી. ભર્યું પેટ ઠપકો એટલે કે સાચી વાત પચાવી શકે...”
પિતા-પુત્રે મૌન ધારણ કરીને ભોજન કર્યું. કુમારે હાથ ધોયા, કે મહારાજાએ કહ્યું : “કુમાર, મારે તને એક વાત કહેવી છે.” કુમાર મૌન રહ્યો. એટલે મહારાજાએ એની સામે જોયું. કુમારે રાણીની સામે જોયું.
‘કુમાર, તું અને તારા મિત્રો, પેલા બ્રાહ્મણપુત્ર અગ્નિશર્માને ત્રાસ આપો છો, એ વાત સાચી છે ને?'
“પિતાજી, અમે એની સાથે રમીએ છીએ, અમને મજા આવે છે... રમવામાં શ્રી સમરાદિત્ય મહાકથા
૧3
For Private And Personal Use Only