________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયસિંહ, તારો પૂર્વજન્મનો કપટી અને ઘાતક ભાઈ ગુણચંદ્ર મરીને નરકમાં ગયેલો. નરકનું આયુષ્ય પૂર્ણ થતાં તે લક્ષ્મીપર્વત ઉપર સર્પ થયો હતો. અને જે જગામાં તમે નિધાન દાઢ્યું હતું એ જગા પર જ તેણે નિવાસ કરેલો હતો.
સર્પને જાણ ન હતી કે આ જમીનમાં ખજાનો દટાયેલો પડ્યો છે. પરંતુ પૂર્વજન્મમાં એ નિધાન સાથે મમત્વ બાંધ્યું હતું ને? એ જગા સાથે મમત્વ બાંધ્યું હતું.. એ મમત્વના, આસક્તિના સંસ્કારો જાગ્રત થયા હતા. એટલે નિધાનની વાત ન જાણવા છતાં, એ સાપને એ જગા ગમી ગઈ હતી. તે ત્યાં જામીને બેસી ગયો હતો. એ જગા પર “આ જગ્યા મારી છે. એ જગામાં હું કોઈને પ્રવેશવા ન દઉં!' આવું તીવ્ર મમત્વ જાગી ગયું હતું.
તું સ્વજનો, રક્ષકો વગેરેની સાથે પરિભ્રમણ કરતો એ પ્રદેશમાં પહોંચ્યો. એ સ્થાન તને પણ ગમી ગયું! કારણ કે તેં પણ એ સ્થાન ઉપર આસક્તિ બાંધેલી જ હતી. તેં તારા સ્વજનોને કહ્યું : “આ જગા કેવી આસ્લાદક છે! કેવી રમણીય છે...! આ વૃક્ષો, આ ઝરણાં, આ વન્ય પશુઓનાં ટોળાં.. આ બધું મને ગમી ગયું છે.'
ફરતો ફરતો એ નિધાનવાળી જગા પર તું પહોંચી ગયો. પેલા સાપે તને જોયો... તેણે ફણા ઊંચી કરી. શરીરનું ગૂંચળું વાળી દીધું. તું શું કરે છે - એ જોતો રહ્યો. તેણે તને જોયો, તે સાપને જોયો નહીં. એને ભય લાગ્યો : “આ મારી જગા લઈ લેશે તો?” તારી નજર ક્ષિતિજ તરફ હતી. અને ત્યાં જ સાપ સરકીને તારી પાસે આવી ગયો.
પરંતુ સર્પના સરકવાથી, ત્યાં પડેલાં સૂકાં પાંદડાંઓ ખખડ્યાં. તારી નજર જમીન પર પડી... અને તું ચીસ પાડી ઊઠડ્યો..
સાપ...' પરંતુ એ જ પળે સાપે તારા પગ ઉપર ડંખ મારી દીધી, ડંખ મારીને તે ભાગવા ગયો, ત્યાં તારા રક્ષકો ખુલ્લી તલવારો સાથે ત્યાં ધસી આવ્યા. એક સાથે અનેક તલવા એના શરીર પર તૂટી પડી. સાપના ટુકડેટુકડા થઈ ગયા.
તું દોડ્યો. થોડે દૂર જઈને જમીન પર ગબડી પડયો. તારા શરીરમાં ઝેર ફેલાતું જતું હતું. તારાં સ્વજનો ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યાં. તારા રક્ષકોમાં એક રક્ષક સાપનું ઝેર ઉતારી શકતો હતો તે તારી પાસે બેઠો અને ગારુડી મંત્ર જપવા લાગ્યો, પરંતુ એનો જાપ વ્યર્થ હતો, સર્પ મરી ગયો હતો. જો સાપ જીવતો હોત તો ગારુડી મંત્રના પ્રભાવથી એ ત્યાં આવત. માંત્રિક એની પાસે ઝેર પાછું ચુસાવી લેત. અને તારું ઝેર ઊતરી જાત. તું બચી જાત. તારું મૃત્યુ થયું. તારા સ્વજન-પરિજનોએ ત્યાં જ તાર અગ્નિસંસ્કાર કર્યો. તું કૃતંગલા નગરીમાં
શ્રી સમરાદિત્ય મહાકથા
3૮૧
For Private And Personal Use Only