________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દેવલોકમાંથી તારું ચ્યવન થયું. તું આ જ પ્રદેશના ટંકણપુર નગરમાં શ્રેષ્ઠી હરિનંદીની પત્ની વસુમતીના ઉદરમાં અવતર્યો. પુત્રજન્મથી આનંદિત થયેલા શ્રેષ્ઠીએ નાનકડો ઉત્સવ કર્યો. તારું નામ ‘દેવદત્ત’ રાખવામાં આવ્યું. તારું સારી રીતે લાલન-પાલન થયું... બાલ્યવસ્થા, અને તરુણ અવસ્થા પસાર કરી, તું યૌવનમાં પ્રવેશ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક દિવસ તારા પિતાએ તને કહ્યું : ‘વત્સ, લક્ષ્મીનિલય નગરની પાસે લક્ષ્મીપર્વત ઊંચો છે... વિશાળ છે... અને રમણીય છે. એ પર્વત ઉપર ‘લક્ષ્મીનિવાસિની' નામની દેવીનું મંદિર આવેલું છે. એ દેવી આપણી વંશપરંપરાની આરાધ્ય દેવી છે. ચમત્કારિક દેવી છે. આપણી જેમ એ દેવી આરાધ્ય છે તેમ હજારો અન્ય સ્ત્રીપુરુષોની પણ એ આરાધ્ય છે.
360
પ્રતિવર્ષ, વર્ષાકાળના પ્રારંભે દેવીનો ભવ્ય મહોત્સવ થાય છે. હજારો સ્ત્રીપુરુષો એ મહોત્સવમાં ત્યાં જાય છે. દેવીનું પૂજન કરે છે... અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ સમગ્ર પ્રદેશની એ અધિષ્ઠાત્રી દેવી છે. આમ તો પ્રતિવર્ષ હું જતો હતો મહોત્સવમાં, પરંતુ આ વર્ષે જો તું જાય તો તને ખૂબ આનંદ થશે... પર્વત ઉપરનું નૈસર્ગિક સૌન્દર્ય જોઈને તું મુગ્ધ બની જઈશ. દેવીનું પૂજન કરી, દેવીના આશીર્વાદ ગ્રહણ કરી, તારે પાછા આવવાનું છે. હા, ત્યાં દેવીના મહોત્સવમાં ઘણાં દીન-અનાથ સ્ત્રી-પુરુષો પણ આવે છે. તું એમને ઉદારતાથી દાન આપજે. હું પ્રતિવર્ષ ત્યાં દાન આપતો જ આવું છું.’
તેં લક્ષ્મીપર્વત ઉપર જવાની હા પાડી. તારા પિતાએ તારી લાંબી યાત્રા અંગે તૈયારીઓ શરૂ કરાવી, તારી સાથે યાત્રામાં ચાલવા માટે અનેક સ્વજનો અને પરિજનો તૈયાર થયા. તારા પિતાએ તારી સાથે શસ્ત્રસજ્જ રક્ષકોને પણ મોકલ્યા. તમે સારા દિવસે પ્રયાણ કરી દીધું.
કેટલાક દિવસોની દડમજલ કરતા તમે સહુ લક્ષ્મીપર્વતની તળેટીમાં પહોંચ્યા, ત્યાં બે દિવસ વિશ્રામ કરીને પહાડ ઉપર ચઢ્યા. દેવી ‘લક્ષ્મીનિવાસીની’નાં દર્શન કર્યાં. મહોત્સવનો પ્રારંભ થઈ ગયો હતો. હજારો લોકો મહોત્સવમાં ભેગા થયા હતા. તેં વિધિવત્ દેવીની પૂજા કરી અને દીન-અનાથ જનોને દાન આપ્યું.
મંદિરથી થોડે દૂર તમારો તંબૂ હતો. તંબૂમાં જઈને ભોજન કર્યું. વિશ્રામ કર્યો. ત્યાં સંધ્યા વેળા થઈ ગઈ. તું તંબૂની બહાર આવ્યો. પર્વતના પશ્ચિમ તરફના પ્રદેશ તરફ તારી નજર ગઈ... સૂર્ય ડૂબી ગયો હતો, પરંતુ સંધ્યાના રંગોએ ક્ષિતિજને રંગી નાંખી હતી. એ રંગોના પડછાયા ઊંચાં ઊંચાં વૃક્ષો પર પડતા હતા. પર્વતના નાનાંમોટાં શિખરોની અદ્દભુત શોભાએ તને આકર્ષ્યા. તેં તારા સ્વજન વગેરેને કહ્યું : ‘ચાલો, આપણે પશ્ચિમ દિશાના પરિસરમાં પરિભ્રમણ કરી આવીએ.'
Q
For Private And Personal Use Only
ભાગ-૧ * ભવ ત્રીજો