________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગણચંદ્ર તને કહ્યું : “હું કાલે પ્રભાતે પર્વત ઊતરીને નગરમાં જઈશ. ત્યાં વહાણ ભાડે રાખીને, આપણા ઘરમાં પડેલો માલ-સામાન વહાણમાં ચઢાવીને, ત્યાંથી થોડીઘણી મીઠાઈ લઈને, સાંજે પાછો ઉપર આવી જઈશ.'
ગુણચંદ્ર ગયો. તેણે નગરમાં જઈને મિઠાઈ ખરીદી. પછી બીજી દુકાનમાંથી ઝેર ખરીદી લીધું. મીઠાઈમાં ઝેર ભેળવીને તે સાંજે પર્વત ઉપર આવી ગયો. તને તેણે કહ્યું : “ભાઈ, મેં તો નગરમાં પેટ ભરીને મીઠાઈ ખાઈ લીધી, તારા માટે આ લઈ આવ્યો છું. તું ખાઈ લે.'
તેં મીઠાઈ ખાધી. તને ચક્કર આવવા લાગ્યા. પેટમાં બળતરા ઊઠી. નસો ખેંચાવા લાગી... જમીન ઉપર તું આળોટવા લાગ્યો... અને થોડીવારમાં તારું પ્રાણપંખેરું ઊડી ગયું.. તું નિષ્પાપ હૃદયનો હતો. સરળ હતો... અને મૃત્યુ સમયે તને સમતા રહી હતી, તેથી તું મરીને “વ્યંતર-દેવ' થયો.
ગુણચંદ્ર તારા મૃતદેહને ઘસડીને એક ઊંડા ખાડામાં નાંખી દીધો... તે ખૂબ રાજી થયો. નાચવા લાગ્યો. હવે હું સાત લાખ સોનામહોરોનો માલિક બની ગયો!”
રાત્રે એ મંદિરના એક ખૂણામાં સૂઈ રહ્યો હતો ત્યાં તેના કાનમાં એકાએક ગરમ લૂ જેવી હવા અડી, ઊંઘમાં જ એણે કાન પર હાથ મૂક્યો... પરંતુ તેને લાગ્યું કે તેની હડપચી પર, તેના હોઠ પર કંઈક સુંવાળું સુંવાળું અડતું હતું. તેણે આંખ ઉઘાડી... આંખ ઉઘાડતાંની સાથે જ તેણે ચીસ પાડી. તેના ચહેરા ઉપર બીજો એક ચહેરો ઝઝૂમતો હતો. ભયંકર ચહેરો... ફુત્કાર કરતો ચહેરો! તેણે ચીસ પાડી ત્યારે એ ચહેરો જરા દૂર હઠયો હતો. પછી ગુણચંદ્ર લગભગ ઊછળીને બેઠો થયો. બેઠા થતાં તેનો ચહેરો પેલા ઝળુંબતા ચહેરા સાથે ભયાનક વેગથી અથડાયો હતો..
એ ચહેરો હતો ભયાનક કાતિલ ફણીન્દ્રનો! પૂરા દસ હાથ લાંબો કાળો અને ખૂબ જાડો એ કાળસર્પ હતો. તેણે પોતાની વિશાળ ફણા ફેલાવીને ઊંચી કરી હતી. તે ખૂબ ગુસ્સામાં હતો. ગુણચંદ્ર ડઘાઈ ગયો... એ ત્યાંથી એક તસુ પણ ખસી શકે એમ ન હતો. સર્પે પોતાની પૂંછડીથી એના શરીરને ભરડો દીધા અને એના પગ ઉપર ડંખ દઈ દીધો...
ગુણચંદ્ર કાળી ચીસ પાડી... તે મંદિરના ઓટલા પરથી નીચે ગબડી પડ્યો.... સર્પ તત્કાલ ત્યાંથી સરકી ગયો હતો.
ગુણચંદ્ર મરી ગયો. ખજાનો ત્યાં રહી ગયો. મરીને એ “રત્નપ્રભા' નરકમાં ઉત્પન્ન થયો. તીર્થકર ભગવંતે મને કહ્યું : “વિજયસિંહ, તારું દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયું.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only