________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૂટેલું મંદિર દેખાયું. તમે ત્યાં ગયા. તૂટેલા મંદિરની તમે પ્રદક્ષિણા કરી. મંદિરની પછીત અને જમણી તરફની દીવાલ સાબૂત હતી. એ દીવાલની પાસે એક ખૂણામાં કાળા પથ્થરની એક તુટેલી મૂર્તિ પડી હતી... તેનાથી થોડે દૂર બે તોતિંગ પથ્થરના થાંભલા પડેલા હતા. આસપાસ તદ્દન એકાંત હતું. તેં ગુણચંદ્રને કહ્યું : “આપણે અહીં હાલ આપણાં પોટલાં છુપાવીને મૂકી દઈએ અને પછી, દક્ષિણ તરફ જઈએ. ત્યાં નગરવાસીઓ નિવાસ કરવાના હતા. ત્યાંથી કોઈ ભાજન... કળશ કે ગોળી જેવું લઈ આવીએ. તેમાં સોનામહોરો ભરીને, અહીં ખાડો ખોદીને દાટી દઈએ!'
તમે બંને ગયા દક્ષિણ દિશા તરફ, પરંતુ ત્યાં એક પણ માણસ ન હતું. બધાને સમાચાર મળી ગયા હતા કે “દુશ્મન રાજા પાછો ચાલ્યો ગયો છે,' એટલે બધા જ લક્ષ્મીનિલય નગરમાં ચાલ્યા ગયા હતા. કોક-કોક માણસો... પોતાનાં વાસણો વસ્ત્રો વગેરે મૂકીને ચાલ્યા ગયા હતા. તેમને ત્યાં તમારે જોઈતું હતું એવું વાસણ મળી ગયું. કોક જગાએથી ભોજન પણ મળી ગયું. અનાજ મળી ગયું. તમે તમારાથી ઉપાડી શકાય એટલું ઉપાડી લીધું... ને પાછા તમે તૂટેલા મંદિર પાસે પહોંચી ગયા. સોનામહોરોનાં પોટલાં સુરક્ષિત હતાં.
તમે સર્વપ્રથમ ભોજન કર્યું.
પછી, મંદિરના એક ભાગને વસ્ત્રથી સાફ કરી, તેના ઉપર અનાજનો ઢગલો કર્યો ત્યાર પછી એ ભાજનમાં તમે બધી સોનામહોરો ભરી. સાત લાખ સોનામહોરો એમાં સમાઈ ગઈ. તે પછી તેમણે મંદિરની પાછળ ભીંતની પાછળ ઊંડો ખાડો ખોદ્યો, તમે બંનેએ ભેગા થઈ, પેલી ગોળી ખાડામાં ઉતારી અને પછી પથ્થર તથા માટીથી ખાડો પૂરી દીધો. એના ઉપર નિશાની મૂકી દીધી. તમે નિશ્ચિત બન્યા.
તમે તે પછી એ પર્વત ઉપર થોડા મહિના કરવાનો નિર્ણય કર્યો. તમે એ તૂટેલા મંદિરને થોડું ઠીકઠાક કરી દીધું. તેમાં તમે નિવાસ કર્યો. તમે... પેલા દક્ષિણ બાજુના પ્રદેશમાં જઈને ફરીથી અનાજ વગેરે લઈ આવ્યા. તમે તમારી ગુજારી કરવા લાગ્યા.
દિવસો વીતતા ગયા. તારી ઇચ્છા તમારા વતનમાં જવાની થઈ. તે ગુણચંદ્રને કહ્યું. ગુણચંદ્ર કહ્યું : 'મારી ઇચ્છા પણ અમરપુર જવાની છે. આપણે એકાદ મહિના પછી અહીંથી નીકળીશું ત્યાં સુધીમાં આ સોનામહોરો કેવી રીતે લઈ જવી, તેનો વિચાર કરી લઈએ. વહાણ પણ નક્કી કરી લઈએ.' ગુણચંદ્રના મનમાં એક દિવસ પાપનો પ્રવેશ થયો.
આ બાલચંદ્રને મારે અડધી સોનામહોરો, એના ભાગની આપી દેવી પડશે? જો એને મારી નાંખ્યું. તો બધી જ સોનામહોરો મારી થઈ જાય. સાત લાખ સોનામહોરો મારી થઈ જાય. હું આને મારી નાખું” 3૭૮
ભાગ-૧ છે ભવ ત્રીજી
For Private And Personal Use Only