________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ દેખાતો બંધ થયો હતો. તમારી પાછળની ટેકરીઓ ઉપર સૂરજનો પ્રકાશ દેખાતો હતો. તમને લાગ્યું કે હવે જલદી અંધારું ઊતરી આવશે. તમે અપાર હિંમતથી ઉપર ચઢવા લાગ્યા. - સૂર્ય અસ્ત થયો ને તમે પર્વત ઉપરની સપાટ ભૂમિ ઉપર જઈને ઊભા. તમે ત્યાં અનુપમ દૃશ્ય જોયું. કુદરતે સરજેલું વૃક્ષોનું ઉપવન હતું! સુંદર જગા હતી. તમે વિચાર્યું કે આ પ્રદેશ લીલોછમ છે તો નજીકમાં ક્યાંક પાણી હશે જ. તમે જલદી જલદી એ વૃક્ષોના ઉપવનમાં દાખલ થયા. ત્યાં આંબાનાં ઝાડ હતાં, ખીજડાનાં, બાવળનાં અને વડનાં ઝાડ હતાં. એક જૂના વડના ઝાડ પાસે ગયા. લગભગ સો વારના ઘેરાવામાં એની વડવાઈઓ ઝૂલતી હતી... તમે એ વૃક્ષની આસપાસ ફર્યા... ત્યાં એક બાજુ પાણીનું ઝરણું વહેતું જોયું... તમે સોનામહોરોનાં પોટલાં એક બાજુ મૂકીને ઝરણા તરફ દોટ મૂકી. પેટ ભરીને પાણી પીધું. અને પછી વડના વૃક્ષ નીચે આવીને માથા નીચે સોનામહોરનાં પોટલાં મૂકીને, લાંબા થઈને સૂઈ ગયા. પરંતુ ઊંઘ ક્યાંથી આવે? તમારા પગ સખત તૂટતા હતા. સાથળ ભરાઈ ગયા હતા, પગની પિંડીના સ્નાયુઓ સખત થઈ ગયા હતા. કરોડરજ્જુમાં દુઃખાવો થતો હતો. પરંત વાતાવરણમાં ઠંડક પ્રસરતી જતી હતી. તેથી શરીરને ઠંડો પવન મીઠો લાગતો હતો. તમે બંને ભાઈઓ આપસમાં વાતો કરવા લાગ્યા.
ગુણચંદ્ર તને કહ્યું : “ઉપર ચઢવામાં કષ્ટ તો પડ્યું પરંતુ આપણે અને આપણી સંપત્તિ બચી ગઈ!”
તેં કહ્યું : “પરંતુ હજુ આપણે આ જગામાં સુરક્ષિત તો ના જ કહેવાઈએ... ગમે તે ચાર-પાંચ લૂંટારા આવીને આપણાં આ સોનામહોરોના પોટલાં લઈ જઈ શકે! અને આપણે બચાવવા જઈએ તો આપણને મારી નાંખે.'
‘તારી વાત સાચી છે બાલચંદ્ર, આપણે સોનામહોરોને ગમે ત્યાં છુપાવી દેવી જોઈએ.' ગુણચંદ્ર બોલ્યો.
કોઈ ગુપ્ત જગામાં ખાડો ખોદીને દાટી દઈએ તો?'
તે માટે કોઈ તાંબાનું કે પિત્તળનું વાસણ જોઈએ. એમાં ભરીને, એ વાસણ દાટી દેવાય.”
કાલે સવારે તપાસ કરીએ. નગરનાં બધાં જ સ્ત્રી-પુરુષો પહાડ પર આવેલાં છે કોઈ ને કોઈ એવા વાસણો લાવ્યો જ હશે. કાલે પ્રભાતે તપાસ કરીશું.”
આ પ્રમાણે વાતો કરતા તમે નિદ્રાધીન થઈ ગયા. પ્રભાતે ઊઠીને, પાણીના ઝરણા પાસે જઈને તમે હાથ-પગ ધોયા. મુખ પર પાણી છાંટયું. પાણી પીધું... અને તમે ત્યાં આજુબાજુમાં જોયું. થોડે દૂર એક નાનું
શ્રી સમરાદિત્ય મહાકથા
398
For Private And Personal Use Only