________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા અને પ્રજાની સાથે તમે બે ભાઈઓ પણ લક્ષ્મી પર્વત ઉપર ચઢવા લાગ્યા. તમે તમારી સાથે સાત લાખ સોનામહોરો ઉપાડી હતી. બે મોટાં વસ્ત્રોમાં બાંધીને મહામહેનતે તમે એ ઉપાડીને ઉપર ચઢવા લાગ્યા.
તમે ઉપર ચઢવાનો બીજો માર્ગ લીધો હતો. તમને ભય હતો કે કદાચ રાજા તમારું ધન જોઈ જાય અને પડાવી લે! એટલે તમે પશ્ચિમ દિશા તરફ નાકની દાંડીએ ચઢવા માંડયું... પરંતુ થોડું ચઢા પછી તમે ઊંડાં કોતરોમાં ઊતરી ગયા. ઝાડી ખૂબ હતી. તમે એ ઝાડીમાંથી બહાર નીકળ્યા, તો લગભગ તેટલું જ ચઢાણ ચઢવું પડ્યું. એક નાની ટેકરી ઉપર પહોંચીને જોયું તો પર્વત ઉપર ચઢવાની કેડી મળી ગઈ. તમારા આનંદનો પાર ના રહ્યો. તમે દોડવા માંડ્યા. કેડી ચોખ્ખી હતી. પશુઓ અને મનુષ્યોનાં પગલાં પણ પડેલાં દેખાતાં હતાં. તમે શ્વાસ ખાવા પણ રોકાયા નહીં, ને ચાલતા જ રહ્યા. પરંતુ ચઢાણ હતું... એટલે તમારા વેગમાં ઘટાડો થતો જતો હતો. તમને મનમાં બીક હતી. તમારું એક જ ધ્યેય હતું કે રાત પડતાં પહેલાં પર્વત ઉપર પહોંચી જવું!
સોનામહોરોનું વજન હતું. છતાં એક પ્રહરમાં તમે સારું એવું અંતર કાપી નાંખ્યું હતું. તમે વારંવાર હાય બદલતા હતા. ઘડીકમાં ડાબા તો ઘડીકમાં જમણા હાથમાં પોટલું બદલવું પડતું હતું. છતાં તમે ક્યાંય વિશ્રામ લેવા બેઠા નહીં. તમે આથમણી દિશા તરફ ચઢતા જ રહ્યા. પોટલાં ક્યારેક માથા પર મૂકીને ચઢતા રહ્યા. તમારો આત્મવિશ્વાસ તમને ઉપર ચઢાવતો ગયો.
તમે પરસ્પર વાતો કરતા હતા, ‘ગમે તે થાય, અંધારું થાય એ પહેલાં આપણે ઉપર પહોંચી જવું પડશે...' તમે બોલતા હતા ને તમારી છાતીમાં શ્વાસ ભરાતો જતો હતો. વાતાવરણમાં ઠંડક હોવા છતાં તમારા બંનેના શરીરમાંથી પરસેવો ઝમતો હતો. પગમાં પહેરેલી મોજડીઓ તમને પીડતી હતી, પણ પીડાની પરવા કર્યા વિના તમે ચઢચે જતા હતા. પર્વતની ઊંડી સૂમસામ ખીણોમાં નીરવ શાંતિ હતી. ક્વચિત્ પંખીઓનો આછો અવાજ સંભળાતો, તો ક્યારેક ડુંગરાળ પશુઓ ઝાડીમાં દોડી જતાં તેનો ખખડાટ સંભળાતો. હાંફતાં હાંફતાં તમારા પોતાનો બબડાટ પડધાની જેમ કાનમાં અથડાતો. છતાં તમે બોલતા હતા, કારણ કે બોલવાથી તમને રાહત થતી હતી. ‘સારું છે કે આ પર્વતમાં સિંહ-વાઘ જેવાં ભયંકર પશુઓ નથી... નહીંતર આપણું આવી જ બને!’
ત્યાં તમને બંનેને તરસ લાગી. ખૂબ તરસ લાગી. ગળું સુકાતું હતું તમારા બંનેનું. છાતી ધમણની જેમ ફૂલતી હતી ને સંકોચાતી હતી. છાતીમાં લાહ્ય બળવાની શરૂઆત થઈ હતી. છતાં તમે ચર્ચે જતાં હતાં. હજુ સુધી તમને કોઈ માણસ સામે મળ્યું ન હતું. આજુબાજુમાંથી પણ કોઈ માણસનો અવાજ આવતો ન હતો. સૂરજ
399
ભાગ-૧ * ભવ ત્રીજો
For Private And Personal Use Only