________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેચાઈ જાય અને તમે લાખો રૂપિયા કમાઈ જાઓ.
શુભ મુહુર્ત તમે બંને ભાઈઓએ એ વહાણમાં પ્રવાસ શરૂ કરી દીધો. તમારા ઘરમાં તમારી પત્નીઓ જ હતી. કારણ કે તમારે બંનેને કોઈ સંતાન ન હતું અને માતા-પિતાની સ્વર્ગવાસ થઈ ગયો હતો. અલબત્ત, તમારા બંનેની પત્નીઓએ દૂરના પ્રદેશમાં જવાની ના પાડી હતી : “આપણી પાસે અઢળક સંપત્તિ છે, પછી પરદેશ જવાની શી જરૂર છે? અહીં જ રહો.' પરંતુ તારા કરતાં ગુણચંદ્ર વધારે લોભી હતો. એને કુબેરપતિ થવાના કોડ હતા. તમે તમારી પત્નીઓની વાત માની ના હતી.
તમે લક્ષ્મીનિલય નગરના સમુદ્ર કિનારે પહોંચી ગયા. એ નગરમાં વેપાર કરવા, ત્યાંના રાજાની રજા લેવી પડતી હતી. તમે બે ભાઈઓએ સ્નાન કર્યું, સુંદર વસ્ત્રો પહેર્યા, સોનાના થાળમાં મૂલ્યવાન રત્નો લીધાં અને તમે રાજસભામાં ગયા. રાજા સૂરતેજને પ્રણામ કરી, રત્નો ભેટ આપ્યાં. તમારો પરિચય આપ્યો અને લક્ષ્મીનિલયમાં વેપાર કરવાની અનુમતિ માગી. રાજાએ તમને અનુમતિ આપી. તમે નગરમાં ઘર અને દુકાન ખરીદી લીધી. વેપાર ચાલુ કર્યો. તમારી ધારણા હતી કે ચાર મહિનામાં તમારો બધો માલ વેચાઈ જશે, પરંતુ તમારો માલ માત્ર બે મહિનામાં વેચાઈ ગયો. સાત લાખ સોનામહોરો તમારી પાસે ભેગી થઈ, તમે પાછા તમારા ગામ અમરપુર જવાનું વિચારતા હતા, ત્યાં જ એક દિવસ લક્ષ્મીનિલય નગર ઉપર વિજયવર્મ નામના પરાક્રમી રાજાએ આક્રમણ કરી દીધું. એ પ્રદેશમાં વિજયપુરનું રાજ્ય વિશાળ હતું અને રાજા વિજયવર્ગ ઘણો પરાક્રમી હતો. તેની સેના પણ અર્જય ગણાતી હતી.
અચાનક આક્રમણ થવાથી, લક્ષ્મીનિલયનો રાજા સૂરતેજ ગભરાઈ ગયો. ભયભીત થઈ ગયો. તેણે નગરના દરવાજા બંધ કરાવી દીધા. નગરમાં ઘોષણા કરાવી દીધી કે જેમને પોતાનું જીવન બચાવવું હોય તેઓ લક્ષ્મપર્વત ઉપર ચઢી જાઓ. હું પણ પરિવાર સાથે પર્વત ઉપર જાઉં છું. ત્યાં આપણે સુરક્ષિત રહીશું. લક્ષ્મીપર્વત ઉપરનો કિલ્લો વજનો બનેલો છે. યુદ્ધકુશળ સુભટોનો રાત-દિવસ પહેરો છે... માટે દરેક નાગરિક પોતાની સારભૂત વસ્તુઓ લઈને ઉપર ચઢી જાય. પર્વત તરફ જવાનો માર્ગ ખુલ્લો છે.'
રાજા સૂરતેજના સુભટોએ, કિલ્લા ઉપરથી વિજયવર્મ રાજાનો સામનો કરે રાખ્યો. એક પ્રહરમાં નગર ખાલી થઈ ગયું, સુભટોએ નગરના દરવાજા ખોલી નાંખ્યા. સૂરતેજ રાજા અને તેની પ્રજા.. લક્ષ્મીપર્વત ઉપર પહોંચી ગઈ હતી. ઘર ખુલ્લાં પડ્યાં હતાં. રાજમહેલ ખાલી પડ્યો હતો... વિજયવર્મ રાજા નિરાશ થઈ, પાછો વળી ગયો.
શ્રી સમરાદિત્ય મહાકથા
39
For Private And Personal Use Only