________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થંકર અજિતદેવે ધી૨-ગંભીર સ્વરે વાર્તાનો પ્રારંભ કર્યો.
તેં જે નાળિયેરના વૃક્ષ અંગે પૂછ્યું, એ નાળિયેર વૃક્ષનું મૂળ જમીનમાં ઊંડું ઊતરી જવાનું કારણ છે લોભ-દોષ!
એ વૃક્ષની નીચે ખજાનો દટાયેલો છે.
એ ખજાનામાં સાત લાખ સોનામહોરો છે.
એ ખજાનાનો ઉપયોગ ધર્મ-કાર્યમાં થવાનો છે.
એ ખજાનો તે અને એ નાળિયેરીના જીવે દાટેલો છે...
મારા કુતૂહલનો પાર ના રહ્યો. મેં પૂછ્યું :
‘ભગવંત, મેં અને એ નાળિયેરીના જીવે એ જગા પર ક્યારે અને કેવી રીતે ખજાનો દાટેલો? અને હું અત્યારે મનુષ્યજન્મમાં છું, જ્યારે એ એકેન્દ્રિય વનસ્પતિ છે... આમ કેમ?’
તીર્થંકર ભગવંતે કહ્યું :
આ જ પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની વાત છે.
આ પ્રદેશમાં અમરપુર નામનું નગર છે. તે નગરમાં અમરદેવ નામનો ધનાઢ્ય શ્રેષ્ઠી વસતો હતો. તેની પત્નીનું નામ ‘સુંદરી' હતું. સુંદરીએ બે જોડિયા પુત્રોને જન્મ આપ્યો. એકનું નામ ગુણચન્દ્ર અને બીજાનું નામ બાલચન્દ્ર પાડવામાં આવ્યું. તારું નામ બાલચન્દ્ર હતું. તું સ્વભાવે સરળ હતો. જ્યારે ગુણચંદ્ર કુટિલ સ્વભાવનો હતો. એક જ માતા-પિતાના તમે બે પુત્રો હોવા છતાં, તમારા બંનેના આત્માઓની યોગ્યતા ઘણી જુદી હતી. તમે બંનેએ એક જ વિદ્વાન પંડિત પાસે અધ્યયન કર્યું. ઘણીબધી કળાઓ પ્રાપ્ત કરી, તમારા પિતાએ પોતાનો સમગ્ર વ્યાપાર તમને બંને પુત્રોને સોંપી દીધો. તમે સારી રીતે વ્યાપાર કરતા હતા. તમારી પાસે અઢળક ધન ભેગું થયું હતું. તમે એ ધનમાંથી કેટલાંક મૂલ્યવાન રત્નો ખરીઘાં... સોનામહોરો ખરીદી... અને અલંકારો પણ બનાવ્યા.
એક દિવસ તમે બંને ભાઈઓએ પરસ્પર વિચાર-વિનિમય કર્યો : આપણે આ નગરમાં ઘણું કમાયા છીએ. જો આપણે ‘લક્ષ્મીનિલય' નગરમાં આપણો માલ લઈને જઈએ તો ત્યાં સારો વેપાર થઈ શકે. આપણો માલ ત્યાં ઘણા ઊંચા ભાવે વેચાઈ શકે.
લક્ષ્મીનિલય જવા માટે તમારે સમુદ્રમાર્ગ લેવો પડે. એટલે તમે એક મોટું વહાણ ભાડે લઈ લીધું. એમાં એવો માલ ભર્યો કે લક્ષ્મીનિલય નગરમાં ઊંચા ભાવમાં
398
ભાગ-૧ * ભવ ત્રીજો
For Private And Personal Use Only