________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંબંધ છે! આજે હજારો-લાખો સ્ત્રી-પુરુષો એની મહાપ્રવ્રજ્યા જોઈ હર્ષિત થયા હતા, પ્રભાવિત થયા હતા... એક માત્ર મારા વિના! હું સમજું છું કે અમે બંને જન્મજન્માંતરોથી બરાબર સાથે રહેતા આવ્યાં છીએ.’
‘હવે બધી વાત સમજી...' નલિની બોલી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘જ્યારથી શિખીકુમારને મેં જોયો છે, ત્યારથી હું એના તરફ આકર્ષિત થઈ છું... નલિની, શિખીકુમાર જ મારા જીવનમાં એક-અદ્વિતીય અભિનેતા છે!’
‘ઠીક છે દેવી, હવે એ કહો કે મારે કેવી રીતે આપને સહાય કરવાની છે?’ ‘તારે આ વાત, જ્યાં સુધી શિખીકુમાર સાથે મારો સંપર્ક ના થાય ત્યાં સુધી કોઈનીય આગળ પ્રગટ નથી કરવાની. બીજી વાત એ છે કે શિખીકુમાર કૌશાંબીથી ક્યારે પ્રયાણ કરે છે અને એ કઈ બાજુ જાય છે - એ જાણવાનું છે. ત્રીજી વાત, જો એ બીજી દિશા તરફ જવાના હોય, આપણી નગરી ત૨ફ ના આવવાના હોય તો, તારે માતાજી દ્વારા પિતાજીને કહેવરાવવાનું કે તેઓ કૌશામ્બી જાય અને આચાર્યદેવને વિનંતી કરી અહીં લઈ આવે... પરંતુ આ બધાં કામોમાં તું મારું નામ ક્યાંય ના લઈશ, બરાબર?’
નલિનીની આંખો બંધ હતી. એ અપૂર્વ સુખનો અનુભવ કરી રહી હતી. તેણે આંખો ખોલીને કહ્યું : ‘સ્વામિની, મેં સદા તમારી પૂજા કરી છે! મારા જીવનનો તમારા જીવન સાથે ગહન સંબંધ છે. તમે મારી સ્વામિની છો ને હું તમારી દાસી છું... તમારું દરેક વાક્ય મારા માટે દેવ-વચન છે! મેં આપેલા વચનના વિષયમાં હું એટલું જ કહી શકું છું કે હું નીચ નથી.’
રાત્રિનો બીજો પ્રહ૨ પૂરો થવાની તૈયારીમાં હતો. કમલિનીની આંખો ઘેરાવા લાગી. નલિનીએ સાચવીને દ્વાર ખોલ્યું. તે બહાર નીકળી ગઈ.
નલિનીએ કૌશામ્બીના સમાચાર મેળવવાની ગોઠવણ કરી. તેની માસી કૌશામ્બીમાં જ રહેતી હતી. અને કૌશામ્બીથી પ્રિયંકરા નગરી માત્ર બાર યોજન દૂર હતી.
સમાચાર મળી ગયા કે આચાર્યશ્રી વિજયસિંહ મુનિવૃંદ સાથે પ્રિયંકરામાં પધારવાના છે અને જો આ ક્ષેત્ર ‘માસલ્પ’ માટે તેમને ઉપયુક્ત લાગશે તો માસકલ્પ અહીં કરશે... નલિનીએ આ સમાચાર કમલિનીને આપ્યા. કમલિની હર્ષવિભોર થઈ ગઈ. તેને પોતાની આશાઓ... કામનાઓ... અભિલાષાઓ પૂર્ણ થતી લાગી. હજુ એક સપ્તાહની વાર હતી, પરંતુ એ સપ્તાહની રાત્રિઓ કમલિનીએ પડખાં ધસી-ઘસીને પૂરી કરી હતી. તેના સમગ્ર ચિત્તતંત્ર ઉપર શિખીકુમાર મુનિ છવાઈ ગયા હતા.
૪૪ર
નલિનીએ આવીને કમલિનીને કહ્યું : ‘દેવી, આજે પ્રભાતે આચાર્ય વિજયસિંહ, પ્રિયંકરાના પૂર્વભાગમાં આવેલા કૌસ્તુભ-વનમાં પધારી ગયા છે.’
ભાગ-૧ * ભવ ત્રીજો
For Private And Personal Use Only