________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઠીક છે નલિની, હવે તું તપાસ કરીને જણાવ કે.. ક્યારે અને ક્યાં શિખીકુમાર મુનિ એકાંતમાં હોય છે. સાધુપુરુષો, યોગીપુરુષો... પરમાત્મધ્યાન કે આત્મધ્યાન કરવા માટે... ઉદ્યાનોના એકાન્ત પ્રદેશોમાં, ગિરિ ગુફાઓમાં... શૂન્ય ગૃહોમાં... જતા હોય છે અને ત્યાં નિશ્ચિત સમય ધ્યાન કરતા હોય છે..”
ભલે દેવી, હું આજ કે કાલમાં તપાસ કરું છું.”
વિલંબ ના કરીશ, તેમ જ ખોટી ઉતાવળ પણ ના કરીશ. ખૂબ જ સાવધાની રાખીને કામ કરજે.”
આપની આ દાસીની કાર્યદક્ષતા શું આપનાથી અજાણ છે?” કમલિની હસી પડી. નલિની ત્યાંથી રવાના થઈ ગઈ. કુમારી, આપને માતાજી યાદ કરે છે. પરિચારિકાએ આવીને કમલિનીને કહ્યું.
હું હમણાં જ આવી, તું જા.” કમલિની ઝટપટ વસ્ત્ર-પરિવર્તન કરી, માતાના ખંડમાં પહોંચી. મહારાણીએ કમલિનીને જોઈને કહ્યું : “બેટી, સારું થયું તું તૈયાર થઈને આવી તે, આપણે સહુએ કૌસ્તુભ વનમાં જવાનું છે... આચાર્યશ્રી વિજયસિંહ કૌશામ્બીથી પધાર્યા છે. તેમનાં દર્શન-વંદન કરવા જવાનું છે. મહારાજા પણ પધારે છે.”
કમલિનીનું હૃદય હર્ષથી ભરાઈ ગયું. “આજે જ મને શિખીનાં દર્શન થશે! મારું ભાગ્ય, તેજ છે! બસ, મારો મનોરથ પૂર્ણ થાઓ!'
મહારાજા સિધુએ રાજપરિવાર સાથે કૌસ્તુભ વનમાં જઈને આચાર્યશ્રી વિજયસિંહનાં દર્શન-વંદન કરી સુખશાતા પૂછી. આચાર્યે ધર્મલાભનો આશીર્વાદ આપ્યો. અલ્પ સમય ધર્મદેશના આપી. કમલિનીની દૃષ્ટિ શિખીકુમાર મુનિને શોધતી હતી, પરંતુ વિશાળ સાધુસમુદાયમાં શિખીકુમાર મુનિને શોધવા મુશ્કેલ હતા.
ધર્મદેશના સાંભળ્યા પછી, મહારાણીએ જ મહારાજાને કહ્યું : “કૌશામ્બીમાં હમણાં જ જેઓ દીક્ષિત થયા છે, તે મહામુનિ શિખીકુમારનાં દર્શન કરીને પછી નગરમાં પાછાં જઈએ.'
મહારાજાએ આચાર્યશ્રીને પૂછ્યું : “ભગવંત, નવદીક્ષિત શિખીકુમાર મુનિનાં દર્શન ક્યાં થશે?
મહાનુભાવ, તમને આ બાલમુનિ એમની પાસે લઈ જશે.” એક બાલમુનિ આગળ ચાલ્યા. પાછળ રાજપરિવાર ચાલ્યો.
અશોકવૃક્ષની નીચે સ્વચ્છ ભૂમિ ભાગ પર વસ્ત્ર પાથરેલું હતું. એના ઉપર શિખીકુમાર મુનિ અધ્યયનમાં રત હતા. રાજપરિવારે જઈને વંદના કરી. મહારાજા સિન્ધએ પોતાનો પરિચય આપતાં કહ્યું : “હે કુમાર મુનિ, મહામંત્રી બ્રહ્મદત્ત મારા આત્મીય સ્વજન જેવા છે. એટલે તમારા દીક્ષા મહોત્સવમાં હું પણ પરિવાર સાથે
શ્રી સમરાદિત્ય મહાકથા
৪৪3
For Private And Personal Use Only