________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપસ્થિત હતો. આપે જીવનને ધન્ય બનાવ્યું...” શિખીકુમાર મુનિની દૃષ્ટિ જમીન પર સ્થિર હતી. મુખ પર પ્રસન્નતા હતી... કમલિની એકીટસે મુનિને નિહાળી રહી હતી.. તેના હૃદયમાં અવનવાં સ્પંદનો પેદા થઈ રહ્યાં હતાં. દર્શન-વંદન કરીને સહુ પાછાં વળ્યાં. રાજમહેલે આવ્યાં.
જ્યારે કમલિની પોતાના ખંડમાં પ્રવેશી ત્યારે નલિની એની પ્રતિક્ષા કરતી બેઠી હતી. કમલિની પ્રફુલ્લિત હતી. નલિનીને જાણ થઈ ગઈ હતી કે રાજપરિવાર ઉદ્યાનમાં આચાર્યને વંદન કરવા ગયો છે... નલિની બોલી :
દેવી, શિખીકુમાર મુનિનાં દર્શન કરી આવ્યાં ને?'
બહુ જ સહજતાથી! વિના કહ્યું માતાજીએ એ મુનિનાં દર્શનની આજ્ઞા આચાર્ય પાસેથી મેળવી લીધી અને એ મુનિરાજ પાસે અમે ગયાં. પણ તું શું કરી આવી?
હું આજે મધ્યાહ્ન ઉદ્યાનમાં જઈશ. મારા ભાઈને સાથે લઈને જઈશ.... સંધ્યાસમયે તમને મળીશ...'
ભાઈને કેમ સાથે લઈ જઈશ?' એકલી સ્ત્રી આચાર્યના પડાવમાં પ્રવેશી શકતી નથી...' એમ?
હા દેવી, અને રાત્રિના સમયે પણ ત્યાં સ્ત્રી જઈ શકતી નથી, જિનમતના સાધુઓ આ વિષયમાં બહુ જ આગ્રહી હોય છે..'
શું તેઓ સ્ત્રીઓથી ડરે છે? અથવા સ્ત્રીઓને તુચ્છ માને છે કે તેઓ પોતે એટલા નબળા મનના હોય છે?'
કુમારી, આ તેમનો નિયમ છે. અનુશાસન છે...” મારે એ અનુશાસનનો ભંગ કરવો પડશે. ને?” “ના, હું તમારી સાથે આવીશ! તેથી શું? તું પણ સ્ત્રી જ છે ને?” પુરુષવેશમાં આવીશ!' પરંતુ આચાર્યની અનુમતિ વિના ત્યાં મુનિને મળી શકાતું નથી...'
આપણે અનુમતિ લઈશું! ચિંતા ના કર. હું તને તારા એ પ્રિયજન પાસે પહોંચાડી દઈશ...પછી તારે શું કરવું... તે તારે વિચારી લેવાનું છે...'
નલિની, ખરેખર તું મારી આત્મીય સખી છે.... તું જરૂર મારું કામ સિદ્ધ કરીશ.' ભલે, હવે હું જાઉં? સંધ્યા સમયે મળીશ...”
૦ ૦ ૦
ભાગ-૧ % ભવ ત્રીજો
For Private And Personal Use Only