________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિખીકુમાર તરફનો કમલિનીનો પ્રેમ પવિત્ર હતો. કુમાર મુનિ તરફ એની નિઃસીમ ભક્તિ હતી. કુમાર મુનિ એના સર્વસ્વ હતા. એના પરમેશ્વર હતા... એનું વિશ્વ હતું. પરંતુ નલિનીએ કરેલી વાતોએ એને વિચલિત કરી દીધી. “મુનિ એકલી સ્ત્રીને મળતા પણ નથી! વાત તો નથી કરતા, સામે પણ નથી જોતા.. અને એ તો મેં આજે ઉદ્યાનમાં જોયું. નીચી દૃષ્ટિએ જ તે બેઠા હતા.. ખેર, નલિની મારી સાથે રહેશે, પુરુષ વેશમાં રહેશે... પછી વાંધો નહીં આવે..'
પરંતુ કાચ એ નહોતી જાણતી કે પ્રેમ અને ભક્તિમાં અંતર છે. પ્રેમ ભક્તિ નથી, ભક્તિ પ્રેમ નથી. પ્રેમ એક સંબંધ છે. તે બંને બાજુથી થાય છે. ભક્તિ એક્તરફી હોય છે. એનો શિખીકુમાર પ્રત્યેનો પ્રેમ હતો, પણ શિખીકુમાર મુનિ એના પ્રત્યે અનુરાગી બનશે. ખરા? આ પ્રશ્ન કાચ તેણે વિચાર્યો ન હતો. કારણ કે મુનિજીવનથી એ અજાણ હતી. એ શિખીને હજુ પણ એક પુરુષના રૂપમાં જ જોતી હતી. મુનિના રૂપમાં નહીં. શિખીકુમાર યુવાન હતા, સુંદર હતા.... અને પ્રતિભાવાન હતા. એમના પ્રત્યેનો કમલિનીનો પ્રેમ દિવ્ય ન હતો. પરંતુ પ્રાકૃતિક હતો. પ્રેમની સાથે એણે ભોગવિલાસના મનોહર રૂપને જોયું હતું. તેણે પોતાના તન-મનમાં પ્રેમની માદક્તા અનુભવી... તીવ્ર પિપાસાનો અનુભવ કર્યો.
આ અવસ્થામાં, આ વિચારોમાં ખોવાયેલી રાજકુમારીએ કદાચ ક્યારેય નહીં વિચાર્યું હોય કે આ પરિવર્તનશીલ સંસારમાં પ્રેમ પણ બદલાઈ શકે છે! પ્રેમનું પાત્ર પણ બદલાઈ શકે છે! એ એમ જ માની રહી હશે કે પ્રેમ સાગરના જેવો ગંભીર હોય છે! એનું બદલાવું અસંભવ છે..! પ્રેમનો સંબંધ આત્મા સાથે હોય છે. પ્રકૃતિ સાથે નહીં. જે વસ્તુનો પ્રકૃતિ સાથે સંબંધ હોય છે તે “વાસના' હોય છે... કારણ કે વાસનાનો સંબંધ બાહ્ય રૂપ-રંગ સાથે હોય છે. વાસનાનું લક્ષ્ય શરીર હોય છે, કે જે શરીરને પ્રકૃતિએ સુંદર બનાવ્યું હોય છે... “પ્રેમ” આત્મા સાથે થાય છે, શરીર સાથે નહીં. પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે, આત્માનો નહીં... અને આત્માનો સંબંધ અમર હોય છે.'
વાસનાને પ્રેમ માની લેવાની એ ભૂલ કરી રહી હતી. શિખીકુમાર પ્રત્યે એનો પ્રેમ ન હતું, વાસના હતી. પ્રકૃતિજન્ય વાસના અમર રહી શકતી નથી. તે બદલાય છે... તેનું પરિવર્તન થાય છે, જ્યારે ને ક્યારે એનો અંત આવે જ છે.
વાસનામાં ઉન્માદ હોય છે. ઉન્માદ અસ્થાયી હોય છે. જ્યારે ઉન્માદ ઓસરી જાય છે, વાસના શાંત થઈ જાય છે. વળી ઉન્માદ જાગે છે. સાથે વાસના ભભૂકી ઊઠે છે... પ્રકૃતિની આ લીલા સંસારના રંગમંચ ઉપર અનાદિકાળથી ચાલી રહેલી છે.
ભગવી કંથા ઓઢીને આદિત્ય આથમણા આભમાં ઊતરી ગયો, અને વેણીનાં ફૂલ જેવાં છેલ્લાં કિરણોને સંકેલતી સંધ્યા ક્ષિતિજ ઉપર વિદાય માંગતી ઊભી હતી.
રાજમહેલની અટારીમાં ઊભી ઊભી કમલિની, નલિનીની પ્રતીક્ષામાં રત હતી. હજુ એ કેમ ના આવી? શું કોઈ વિઘ્ન આવ્યું હશે? ના, ના, નલિની ચતુર છે. શ્રી સમરાદિત્ય મહાકથા
૪૪૫
For Private And Personal Use Only