________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર્યદક્ષ છે. કામ પૂરું કરીને જ આવશે...”
પૃથ્વી પર અંધારું ઊતરી આવ્યું. રાજકુમારી ખંડની અંદર ચાલી ગઈ. ખંડમાં આંટાફેરા મારવા લાગી. વારંવાર દ્વાર તરફ જોવા લાગી.. ત્યાં નલિનીએ ખંડમાં પ્રવેશ કર્યો. તે જાણે દોડીને આવી હોય તેમ હાંફતી હતી. કમલિનીએ એને પોતાના બાહુપાશમાં જકડી લીધી... પલંગ પર બેસાડી...
જરા શાન્ત થા, પછી વાત કર. શા માટે દોડીને આવી?' નલિનીની આંખોમાં કાર્યસિદ્ધિનો સંકેત હતો. રાજકુમારીએ એ સંત સમજી લીધો હતો.
દેવી, બધું સારી રીતે ગોઠવાઈ ગયું છે.. મધ્યાહ્ન પછી કુમાર મુનિ ઉદ્યાનના જે એકાંત પ્રદેશમાં ધ્યાન કરે છે, એ પ્રદેશ જોઈ લીધો છે. જ્યાં આચાર્ય બેસે છે. ત્યાંથી સો હાથ દૂર તેઓ વૃક્ષોની ઘટામાં બેસે છે.... આપણે અહીંથી તો રથમાં જવાનું છે. હું પુરુષના વેશમાં સાથે આવીશ... ત્યાં આચાર્યને “આપણે શિખીકુમાર મુનિના સગાં છીએ અને કૌશામ્બીથી મળવા આવ્યાં છીએ,’ એવું અસત્ય બોલવાનું છે... બસ, અનુમતિ મળી જશે.'
નલિની! તેં તારું વચન પાળ્યું.” દેવીની સેવામાં આ દાસી પોતાના પ્રાણ પણ પાથરી શકે છે...”
નલિની, તારા ઉપરનો મારો વિશ્વાસ દૃઢ થયો. હવે મને કહે કે તેં શિખીકુમારની એ એકાંત જગાની ભાળ કેવી રીતે મેળવી...'
મેં મારા ભાઈને સમજાવીને મોકલ્યો હતો. આચાર્યને વંદન કરીને પછી બીજા સાધુઓને વંદન કરતાં-કરતાં આગળ વધવાનું.. પછી જ્યાં કોઈ બાલ સાધુ દેખાય, તેમને પૂછવાનું કે “શિખીકુમાર મુનિ ક્યાં છે? મારે એમનાં દર્શન કરવાં છે...' મુનિએ મારા ભાઈને એ જગા દેખાડી. શિખીકુમાર ત્યાં ધ્યાનમગ્ન હતા. ભાઈએ પેલા મુનિને પૂછયું : “શું આ મુનિવર આ સમયે આ જ જગાએ ધ્યાન કરવા બેસે છે? મુનિએ હા પાડી. પછી મારો ભાઈ ધીરે ધીરે બહાર નીકળી ગયો.”
બરાબર છે, પરંતુ તેં જે કહ્યું કે તે પુરુષવેશમાં સાથે આવીશ. તે વાત મને જરા ઓછી પસંદ આવી... કોઈ અજાણ્યા યુવક સાથે મને લોકો જુએ.. તો કેવી કલ્પના કરે? માટે તારે ઉદ્યાનની બહાર ઊભા રહેવાનું. હું ત્યાં આવી જઈશ પછી આપણે ચાલતા જ ઉદ્યાનમાં જઈશું. મધ્યાહ્ન કાળે ત્યાં નગરજનો પણ નહીં હોય...”
તારી વાત સાચી છે. અહીંથી તું એકલી જ આવજે...” તે પણ રથમાં નહી આવું, બંધ પાલખીમાં આવીશ!' બરાબર છે!” બંને સખીઓએ મધ્યરાત્રિ સુધી વાતો કરી.
૪૪૬
ભાગ-૧ ( ભવ ત્રીજો
For Private And Personal Use Only