________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{ 33
એક સુંદર યુવક અને એક લાવણ્યવતી યુવતીએ આચાર્ય વિજયસિંહને વંદના કરી, નિવેદન કર્યું : “ભગવંત, અમે નૂતન દીક્ષિત શિખીકુમાર મુનિનાં સ્વજન છીએ. અમારે માત્ર એમનાં દર્શન કરવા છે...” “અત્યારે તેઓ ધ્યાનમાં લીન હશે.” અમે દૂરથી એમનાં દર્શન કરીને ચાલ્યા જઈશું.' આચાર્યે અનુમતિ આપી.
બંને ઝડપથી આગળ વધ્યાં. લગભગ બધા જ મુનિવરો જ્ઞાન-ધ્યાનમાં લીન હતા. કોઈએ આ યુવક-યુવતી તરફ આંખ ઉઠાવીને જોયું નહીં. બંને ઇચ્છિત સ્થળે પહોંચી ગયાં.
વૃક્ષોની ઘટામાં, એક વિશુદ્ધ ભૂમિ ભાગ પર શિખીકુમાર ધ્યાનમગ્ન હતા. બંનેએ વંદના કરી. કમલિનીએ શાન્ત સ્વરમાં કહ્યું : “કુમાર, હું આપની કુશળતા પૂછું છું, અને આપના આશીર્વાદ માગું છું.” - કુમારે આંખ ખોલી. સામે નવયૌવના કુમારી જોઈ. તેની પાછળ ઊભેલા કુમારને જોયો. તરત જ મુનિની દૃષ્ટિ નીચી થઈ ગઈ. તે બોલ્યા : “પુણ્યશાળી, તમને જ્ઞાન હોવું જોઈએ કે આ મુનિની સાધનાભૂમિ છે, કે જે સંસારત્યાગી છે. અત્યારે આ સમયે સ્ત્રીએ નહીં આવવું જોઈએ.'
યુવતીએ કહ્યું : “ભગવન, મને જ્ઞાત છે કે આ મુનિની સાધનાભૂમિ છે. પરંતુ એ નહોતું જાણ્યું કે ઇન્દ્રિયવિજેતા મુનિ, એક સ્ત્રી સાથે, કે જેની સાથે પુરુષ છે, વાત કરવામાં સંકોચ અનુભવશે.'
મુનિ ક્ષણભર મૌન રહ્યા, ત્યાં તો રાજકુમારી મુનિની સામે બેસી ગઈ. યુવક જરા દૂર બેસી ગયો. મુનિએ કહ્યું :
દેવી, સ્ત્રીના આગમનથી મને સંકોચ થયો, કારણ કે સ્ત્રી અંધકાર છે, સ્ત્રી મોહ છે, માયા છે, અને વાસના છે. જ્ઞાનના આલોકમય પ્રદેશમાં સ્ત્રીને કોઈ સ્થાન નથી તે છતાં તમે આવ્યાં છો, તો તમારી સાથે વાત કરવાનું મારું કર્તવ્ય છે.'
કુમારીએ મસ્તક નમાવી, બે હાથ જોડી કહ્યું : “પ્રકાશમાં આસક્ત પતંગિયાને અંધકારના પ્રણામ છે!”
વાક્ય તીરના જેવું ઘાતક હતું, પરંતુ સ્વર સંગીતના જેવો કોમળ હતો. કમલિનીના સૌન્દર્યમાં કવિત્વ હતું અને વાસનામાં મસ્તીનો અહંકાર હતો.
મુનિ ક્ષણભર ઝંખવાઈ ગયા. તેમણે કુમારી સામે જોયું. તેઓ ચકિત થઈ ગયા. તેમણે પોતાના જીવનમાં ક્યારે પણ આવી સુંદર સ્ત્રી જોઈ ન હતી. તેમણે પૂછ્યું : શ્રી સમરાદિત્ય મહાકથા
૪૭
For Private And Personal Use Only