________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જાણતી હતી કે મારી મા, જો હું એની પાસે હોઈશ તો મને મારી નાંખશે... એણે મારા પર ઘણો ઉપકાર કર્યો છે... પરંતુ મારી માતાએ જ્યારે માલિનીની ચાલ જાણી ત્યારે એણે માલિની સાથે કેવો ઝઘડો કર્યો હતો...? કેવા ગંદા શબ્દો બોલી હતી એ? એણે માલિની સાથેની મૈત્રી તોડી નાંખી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રચંડ કપાર્યા મારી માતાને સતાવી રહ્યા છે... નિષ્કારણ એ મારા ઉપર ક્રોધ કરે છે... હું સમયસર ભોજન કરવા બેસું તોય ક્રોધ કરે છે... અને ક્યારેક વહેલું-મોડું થઈ જાય તો પણ ક્રોધ કરે છે... ‘તું તો જાણે મોટો રાજા... સમયસર મારે તારા માટે ભોજન તૈયાર રાખવાનું ખરું ને? હું કોઈ તારી દાસી નથી, સમજ્યો? જ્યારે ભોજન તૈયાર થાય ત્યારે આવજે!'
મોડું થાય તો બરાડા જ પાડે - ‘ક્યાં લડાઈ કરવા ગયો હતો? મનમાં આવે ત્યારે જમવા આવવાનું? ક્યાં સુધી હું રસોડામાં બેસી રહું? સમયસર આવતો જા ભોજન કરવા નહીંતર પછી ભોજન નહીં મળે.....'
કોઈ મિત્ર ઘરમાં આવે તોય ઝઘડો કરે, અને હું મારા મિત્રોના ઘેર જાઉં, તો પણ ઝઘડો કરે!
મારા પિતા સાથે હું વાર્તા-વિનોદ ફરું તોય ઝઘડો કરે અને જો મૌન બેસી રહું તો પણ ઝધડો કરે!
જે કોઈ સ્નેહી-સ્વજન અમારા ઘેર આવે તો એમની આગળ એ મારી નિંદા કરે છે. પિતાજી આગળ, જ્યારે પિતાજી ઘેર આવે ત્યારે મારી વિરુદ્ધ ફરિયાદ કરે છે... મારે આ માતાને કેવી રીતે પ્રસન્ન કરવી... મને સમજાતું નથી. મારા પિતાજી પણ મૂંઝાઈ ગયા છે. મારી માતા મને ઘરમાં રાખવા ઇચ્છતી નથી, મારા પિતા મને ઘરમાં રાખવા આગ્રહી છે... ગઈકાલે જ મારી માતાએ મારા પિતાજી સાથે કેવો ઝધડો કર્યો હતો?
૦ ૦
‘મેં તમને કેટલીવાર કહ્યું કે આ છોકરો મારા ધ૨માં ના જોઈએ... તમે એને કેમ કાઢી મૂકતા નથી?'
*કારણ કે મને એ પ્રિય છે...’
‘તો હું તમને પ્રિય નથી ને?’
‘તું પણ પ્રિય છે...'
‘તો પછી તમે મારી વાત કેમ માનતા નથી?’
'તું મારી વાત કેમ માનતી નથી? જો તને મારા ઉપર પ્રેમ હોય તો તારે મારી વાત માનવી જોઈએ...'
‘તમારી બધી વાત માનું છું ને? બસ, આ એક વાત મારાથી નહીં માની શકાય. પુત્ર મારી સાથે નહીં રહી શકે,’
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
393