________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Luo
anતા-પિતાનો વાર્તાલાપ શિખીકુમારે ધ્યાનપૂર્વક સાંભળ્યો. એના મનમાં દુઃખ થયું. જ્યારે જાલિની અને બ્રહ્મદર વાત કરી રહ્યાં હતાં ત્યારે શિખી ઘરમાં આવી ગયો હતો. બારણાની પાછળ ઊભા રહી તેણે બધી વાતો સાંભળી. તેનું ચિત્ત ખળભળી ઊઠ્યું. અલબત્ત, તે તરુણ હતો, છતાં એનામાં સ્વયંભૂ સાચી સમજણ હતી. તે પોતાના ખંડમાં ચાલ્યો ગયો.
આ મારી માતા.? મારા ઉપર અકારણ આટલો બધો રોષ? જરૂર, મારાં કર્મો જ કારણભૂત હોવાં જોઈએ... પરંતુ મારા કારણે મારાં માતા મારા પિતાને કેટલા સંતાપે છે? કેવો અનુચિત વ્યવહાર કરે છે? જ્યારે મારા પિતા.... કેવા શાન્ત અને ગંભીર છે! મારાં પર તો એમનો અગાધ સ્નેહ છે જ, મારી ક્રોધી અને મનસ્વી માતા પ્રત્યે પણ તેઓની સ્નેહની સરવાણી વહ્યા જ કરે.
કેટલું બધું સમ ભાવે મારા પિતાજી સહન કરે છે..... મારી માતાના દુર્વ્યવહાર? એમાં વળી હું આ ઘરમાં આવી ગયો... મને ખબર છે કે મારી માતાના કારણે જ, મારા જન્મથી જ પિતાજીએ મને ગુપ્ત આવાસમાં રાખ્યો અને, મારી માતાને ખબર ના પડે કે “હું જીવતો છું...' એ રીતે મારું લાલન-પાલન કર્યું. પંડિતો પાસે મને શિક્ષણ અપાવ્યું... રોજ તેઓ મારી પાસે આવતા. મારી માતાને કહેતા - “હું રાજસભામાં જાઉં છું. આવીને તેઓ મને સ્નેહ આપતા, મને રમાડતા અને મને ગમતું સારું સારું ખાવાનું આપતા... રમકડાંઓનો તો ઢગલો જ કરી દીધો હતો.
મને તેઓએ વિનય અને વિવેકનું જ્ઞાન આપ્યું... જીવન જીવવાની રીત સમજાવી. અને જ્યારે તેઓ મને આ ઘરમાં લાવવાના હતા ત્યારે તેમણે મારી માતાનો સ્વભાવ બતાવી દીધો હતો. સાથે સાથે માતાનો વિનય કરી, એનો સ્નેહ સંપાદન કરવાની પદ્ધતિ શીખવાડી હતી. મેં આ ઘરમાં આવીને એ જ રીતે મારી માતાનો વિનય કર્યો છે... રોજ પ્રભાતે એનાં ચરણોમાં પ્રણામ કરું છું. એ જે કામ કરવાનું કહે તે કામ કરું છું. એને શું ગમે છે. શું નથી ગમતું. એનો વિચાર કરીને દરેક કાર્ય કરું છું. હું એના મનને પ્રસન્ન રાખવા હસીને વાત કરું છું.. એ ક્યારેય હસતી નથી... હું એને સારી સારી વાતો કરું છું. એને ગમતી નથી. તે કહે છે : “બંધ કર તારો, બકવાસ, મને ખબર છે તને પંડિતોએ ભણાવ્યો છે...” એ મોં મચકોડે છે.
મને પણ જાણવા મળ્યું જ હતું કે જ્યારે હું મારી માતાના પેટમાં હતો. ત્યારે મને મારી નાંખવાના ઔષધ-પ્રયોગો એણે કર્યા હતા. એ તો માલિનીએ એને બીજી જ જાતનાં પધ લાવી આપ્યાં... કે મારું મૃત્યુ ના થયું. અને મારા જન્મ પછી પણ એ જ સન્નારી માલિનીએ મને ઉઠાવી જઈને પિતાને સોંપી દીધો હતો. એ
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
398
For Private And Personal Use Only