________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“કુસુમ, મારે એક મારી ખાનગી વાત તને કરવી છે.” બોલ, તું મને નહીં કહે તો કોને કહીશ?”
પણ અત્યાર સુધી મેં તને વાત નથી કરી, તેથી તું મારા ઉપર ગુસ્સો તો નહીં કરે ને?”
કરીશ ગુસ્સો ને તારા આ ગાલ ઉપર ચૂંટલા ભરીશ...!' “ભલે, તારે જે કરવું હોય તે કરજે, પરંતુ મારે મારા મનની વાત તને કરવી જ છે. હવે મારું હૃદય એ ભારને ઝીલી શકે એમ નથી.”
કહી દે વાત.'
આપણા મહામંત્રી સુબુદ્ધિ છે ને? તેમનો પુત્ર તેં જોયો છે? તે નથી જોયો એને. એનું નામ છે અનંત. અમારે પ્રેમ થઈ ગયો છે... અમે એકબીજા વિના રહી શકીએ એમ નથી... અમારી ઇચ્છા લગ્ન કરવાની છે. પરંતુ શું એ શક્ય છે?”
અરે મદના, તેં આ શું કર્યું? મહામંત્રીને ખબર પડશે તો? પહેલાં તો એ તને અને તારી માને કાઢી મૂકશે. પછી અનંતને પણ સજા કરશે. તમારે આવું નહોતું કરવું જોઈતું.'
હવે અમે શું કરીએ? તું જ માર્ગ બતાવ. “અત્યારે નહીં, અત્યારે હું જ અસ્વસ્થ છું. સ્વસ્થ થઈને પછી તમારા માટે કોઈ માર્ગ વિચારીશ.”
ભલે, પણ એક વાત તો કર, આજે તું ઉદ્યાનમાં ફરવા માટે ગઈ હતી, ત્યાં તે કોઈ આશ્ચર્યજનક ઘટના જોઈ? કંઈ અવનવું જોયું?'
કુસુમાવલીએ મદનરેખા સામે જોયું. એ પુષ્પશધ્યામાં બેસી ગઈ. તેણે મદનરેખાના ગળે પોતાના બે કોમળ હાથ વીંટાળીને કહ્યું : “મદન, આજે ઉદ્યાનમાં મેં -
રતિ વિનાનો કામદેવ જોયો! રોહિણી વિનાનો ચન્દ્ર જોયો! ઇન્દ્રાણી વિનાનો ઇન્દ્ર જોયો! “કોણ હતું એ?” મદનરેખાએ આતુરતાથી પૂછયું.
એ હતા મહારાજા પુરુષદત્તના પુત્ર સિંહકુમાર! જાણે રૂપનુંય રૂ૫ લાવણ્યનુંય લાવ! સૌન્દર્યનું પણ સૌન્દર્ય! અને યૌવનનું પણ યૌવન! આ આશ્ચર્ય મેં જોયું આજે!'
૧૯
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only