________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અત્યારે જયપુરનો એક પણ સૈનિક મારી પાસે નથી, બીજી બાજુ મહાસેનાધિપતિ જયપાલથી આપણે સાવધાન રહેવું પડે...' | દુર્મતિ વિચારમાં પડી ગયો. એક દૃષ્ટિએ એને પોતાના સુભટોને જયપુરમાં રાખવાની વાત સારી લાગી. કાલે કદાચ કુમાર ફરી બેશે.. અને સેનાપતિ ઘેરી લે... ત્યારે એના સુભટોની સહાયથી તે ભાગી તો શકે! પોતાના પ્રાણની રક્ષા તો કરી શકે...!
તેણે તરત જ પોતાના અરણ્યપુરમાં ગુપ્ત રીતે સંદેશો મોકલીને શીધ્રાતિશીધ્ર સો સુભટોને બોલાવી લીધા. કુમાર આનંદે તેમની રહેવાની-જમવાની વગેરે વ્યવસ્થા ગોઠવી દીધી.
0 0 0. મહારાજાએ મહારાણી કુસુમાવલીને કુમારના રાજ્યાભિષેકની વાત કરી. કુસુમાવલી મૌન રહી... વિચારીને બોલી :
આપે કુમારને બોલાવીને વાત કરી કે હું તારો રાજ્યાભિષેક કરવા ઇચ્છું
“ના, હવે વાત કરીશ.'
એ પહેલાં એના રાજ્યાભિષેકનું મુહૂર્ત પણ કઢાવી લીધું આપે. એ ઉદંડ છે.. તમને ના પાડી દેશે તો?”
મેં તો રાજ્યાભિષેક માટેની સામગ્રી પણ તૈયાર કરવા મહામંત્રીને આજ્ઞા કરી દીધી છે...”
મારું મન માનતું નથી નાથ, આપણે તો હવે શીધ્રાતિશીધ્ર ચારિત્રધર્મ સ્વીકારી લઈએ, એ જ શ્રેષ્ઠ માર્ગ છે.”
રાજ્યાભિષેક થઈ ગયા પછી બીજા જ દિવસે આપણે ગુરુદેવ ધર્મઘોષસૂરિજીની પાસે ચારિત્રધર્મ અંગીકાર કરી લઈશું..”
હું તો કહું છું કે મંત્રીમંડળ રાજ્યાભિષેક કરશે... આપણે આજે જ નીકળી જઈએ સ્વામી! મારું મન ખૂબ વિહ્વળ બન્યું છે. મને હવે એક-એક ક્ષણ અકારી લાગે છે આ મહેલમાં.... આ નગરમાં. દૂર દૂર ચાલ્યા જવા માટે મન ઝંખ્યા કરે છે.... આપ જો મને અનુજ્ઞા આપો તો હું આજે જ ગુરુદેવ પાસે પહોંચી જાઉં...!
દેવી, હવે ક્યાં વાર છે? વસંત પંચમીના દિવસે રાજ્યાભિષેક કરીને... તરત જ નીકળી જઈશું.”
“મહારાજા, ક્ષમા કરજો... પરંતુ શું આપે જ રાજ્યાભિષેક કરવો જરૂરી છે? આપના વિના ના થઈ શકે રાજ્યાભિષેક?” “થઈ શકે પરંતુ અત્યારે આપણે રાજ્યાભિષેક કર્યા વિના સાધુધર્મ સ્વીકારી લઈએ તો અનુચિત લાગે. મંત્રીમંડળ પણ ના માને..”
જેવી આપની ઇચ્છા નાથ! હું તો આપનાં ચરણોની દાસી છું. વધારે શું કહું? મને અશુભના ભણકારા વાગે છે...” ૩૨૮
ભાગ-૧ * ભવ બીજો
For Private And Personal Use Only