________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહાદેવી, શુભ કે અશુભ... બધું કર્મોને આધીન છે. આપણે શુભમાં સાવધાન રહેવાનું છે, અશુભમાં સાવધાન રહેવાનું... જે કંઈ શુભ-અશુભ બનવાનું જ છે. તે બનીને જ રહેશે. ‘ભવિતવ્યતા' ને કોઈ મિથ્યા કરી શકતું નથી. દેવી, મનમાંથી ભય દૂર કરો. નિર્ભય બની જાઓ!'
કુસુમાવલી મહારાજાની નિર્ભય-વાણી પર ઓવારી ગઈ. પરંતુ તેને જ્યારે ગુપ્ત માહિતી મળી હતી કે કુમારના મહેલમાં સામંત રાજા દુર્મતિ આવીને રહેલો છે.' ત્યારે તરત મદનરેખા દ્વારા સેનાધિપતિ જયપાલને સાવધાન રહેવા સૂચના આપી દીધી હતી. ‘મહારાજા એકલા ક્યાંય બહાર ના જાય, એમની સાથે જયપાલે પોતે જ રહેવાનું...' જયપાલે ગુપ્તચર દ્વારા માહિતી મેળવી લીધી કે ‘દુર્મતિ કુમારનાં મહેલમાં ગુપ્ત રીતે રહેલો છે.’ એ સતર્ક બની ગયો હતો. રાજમહેલની ચારે બાજુ ગુપ્ત વેશમાં સશસ્ત્ર સૈનિકોનો પહેરો ગોઠવી દીધો હતો...
આ વાત, કુમારની એક દાસીએ કુમારને કહી કે : ‘રાજમહેલની ચારે બાજુ સશસ્ત્ર સૈનિકો ગોઠવાઈ ગયા છે, કારણ કે આપનો રાજ્યાભિષેક નક્કી થયો છે, એટલે સુરક્ષાનો પ્રબંધ કરવામાં આવ્યો છે.
દુર્મતિએ કહ્યું : ‘કુમાર, તમને કંઈ સમજાય છે ખરું? રાજ્યાભિષેકના પ્રસંગે રાજમહેલની ચારે બાજુ સશસ્ત્ર સૈનિકો શા માટે ગોઠવવા પડે? મને તો બીજી જ ગંધ આવે છે...’
‘શાની?’ કુમારે પૂછ્યું.
‘તમારી યોજના પાર પડે એ પહેલાં તમને જ પતાવી નાંખવાની આ યોજના છે...!'
‘એટલે?’
‘તમને રાજમહેલમાં બોલાવવામાં આવશે... પછી ઘેરી લેવામાં આવશે... ને ધડથી માથું જુદું...’
‘મહારાજા આવું ના કરે...’
‘બધું જ બને રાજનીતિમાં! મહારાજા ના કરે... મંત્રી કરે... સેનાપતિ કરે...' ‘મને સમજાતું નથી.'
‘મને સમજાય છે... કુમાર! તમે જાણો છો કે તમારાં માતા-મહારાણી તમને જરાય નથી ચાહતાં... તમારું મુખ જોવા પણ રાજી નથી... અને તમે તમારી માતાનું મુખ શું જોયું છે? એ તમને ‘પિતાના હત્યારા...' તરીકે જ સમજે છે... એટલે તમે પિતાની હત્યા કરો એ પૂર્વે એ તમને જ હણાવી નાંખે!'
કુમાર ગંભીર વિચારમાં પડી ગયો.
ત્યાં દ્વારપાલે આવીને કહ્યું : ‘મહારાજકુમાર, આપને મળવા સેનાધિપતિ જયપાલ
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
ZE