________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1S રૂપH.
આચાર્યશ્રી અમરગુપ્તની સાત-સાત જન્મોની કથા, આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજી પાસે સિંહકુમારે સાંભળી. જીવનમાં ક્યારેય નહીં સાંભળેલી આ કથાએ કુમારને ખળભળાવી દીધો.
તે મહેલમાં પાછો આવ્યો. સીધો જ તે પોતાના શયનખંડમાં ચાલ્યો ગયો. રાજમહેલની સુંવાળી સેજમાં પણ તે તરફડતો રહ્યો. બાર કલાકમાં તો જાણે તેની જિંદગીની રુખ બદલાઈ ગઈ હતી. આજનો દિવસ એના માટે અવર્ણનીય હતો. જેટલો સંવેગ, જેટલો આનંદ અને જેટલી વિસ્તૃષ્ણા એણે જિંદગીમાં ક્યારેય અનુભવી ન હતી, તેટલો રોમાંચ તેણે નાગદેવ ઉદ્યાનના રમણીય પ્રદેશમાં અનુભવ્યો હતો. એ આસ્લાદની અનુપમ અનુભૂતિ તે કરી રહ્યો હતો.
તેના માનસપટ પર અજબ ચલચિત્રની જેમ અમરગુપ્તસૂરિના સાત ભવોનો ખેલ રચાતો હતો. તેને લાગ્યું કે એ પ્રેક્ષક છે અને પાત્ર પણ છે! ઊંડો ઊંડો એના મનમાં અજંપો પણ જાગ્યો હતો. કોઈ આત્મચિંતા પણ જાગી હતી. ક્યારેક તેના માનસપટ ઉપર કુસુમાવલી દેખાતી હતી. ક્યારેક ધર્મઘોષસૂરિ દેખાતા હતા... તો
ક્યારેક અમરગુપ્તસૂરિ જુદા જુદા રૂપે દેખાતા હતા. આખી રાત તેણે અજબ-ગજબ દશ્યો જોયા કર્યા. | ક્યારે તે ઘસઘસાટ ઊંઘી ગયો તેનો એને ખ્યાલ ન રહ્યો. છતાં જાણે તેના આત્માનું અસ્તિત્વ તેનાથી જુદું હોય તેમ શમણામાં તે પોતાની જાતને જોતો રહ્યો.. સવારે જ્યારે તેણે આંખો ખોલી ત્યારે પાસે જ કુસુમાવલી ઊભી હતી.
કસમાવલી અનન્ય હતી. તેણે આછા પીળા રેશમી ઉત્તરીયની નીચે ચામડીના રંગની કંચૂકી પહેરી હતી. પાતળી કમ્મરના કારણે તેના વક્ષસ્થળનો પટ વિશાળ લાગતો હતો. તે સોટા જેવી હતી છતાં તેનો દેહ માંસલ હતો. તેના બાહુઓ સ્નિગ્ધ, ગૌર અને લીસા લાગતા હતા. તેનો ચહેરો સહેજ લાંબો અને બદામ જેવો હતો. તેની થડી પર અને ડાબી આંખની બાજુએ, લમણા પાસે, કાળી ઘેરી શાહીના ટપકાં જેવા તલ હતા. તેની કરોડરજજુ તદ્દન સીધી હતી. તેની લાંબી પહોળી આંખોની ચકચકતી સફેદીમાં માદક ભીનાશ છવાયેલી રહેતી. તેની કીકીઓ ભૂરાશ પડતી કાળી હતી. તેના કાળાભમ્મર વાળ ખુલ્લા હતા... પાછળ ઘૂંટણને અડતા હતા. ખરેખર, કુસુમાવલી અદ્દભુત લાગતી હતી. તેનું નાક સીધું અને પાતળું હતું... તે જેટલી રૂપાળી હતી તેટલી જ નિખાલસ હતી. રાજમહેલોમાં અલબત્ત સ્વરૂપવાન સ્ત્રીઓ ઓછી નહોતી, પરંતુ કુસુમાવલી જેવી નજાકત અને તાજગી ભાગ્યે જ કોઈ સ્ત્રીમાં હશે!
ભાગ-૧ ૪ ભવ બીજો
૨%
For Private And Personal Use Only