________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજન, એ હજુ અનંતકાળ સંસારની ગતિઓમાં જન્મ અને મૃત્યુ કરશે... છેવટે એનો મોક્ષ થશે ખરો.” “ભગવંત, આપનો મોક્ષ ક્યારે થશે?' મેં પૂછયું.
ધર્મઘોષ, આ મારો છેલ્લો ભવ છે. હું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ પામીશ... ફરીથી જન્મ લેવો નહીં પડે!”
રાજાએ પૂછયું : “ભગવત, ભૂત-ભાવી અને વર્તમાન ત્રણે કાળના ભાવોને જાણનારું “અવધિજ્ઞાન' આપને ક્યારે અને કેવી રીતે પ્રાપ્ત થયું?”
થોડા દિવસો પૂર્વે જ, જ્યારે હું ઉજ્વલ ધર્મધ્યાનમાં લીન હતો ત્યારે મારું અવધિજ્ઞાનાવરણ કર્મ તૂટ્યું, એનો ક્ષયોપશમ થયો.. અને અવધિજ્ઞાન પ્રગટ થયું.”
આચાર્યશ્રી ધર્મઘોષસૂરિએ સિંહકુમારને કહ્યું : “કુમાર, મેં આ રીતે અવધિજ્ઞાની મહાપુરુષનું ચરિત્ર સાંભળ્યું. મારા મનમાં વૈરાગ્ય જાગી ગયો. મહારાજા પરિવાર સાથે નગરમાં ગયા... હું પણ ગુરુદેવને વંદના કરી ઘેર ગયો...
રાત્રિના સમયે મારા મનમાં આચાર્યદેવની ભવયાત્રા જ ચાલતી રહી. ૧. સોમા અને દ્રદેવનો ભવ.... ૨. હાથી અને પોપટનો ભવ, ૩. ચક્રદેવ અને યજ્ઞદેવનો ભવ... ૪. ચન્દ્રસાર અને અધન્યનો ભવ... ૫. અનંગદેવ અને ધનદેવનો ભવ... . વીરદેવ અને દ્રોણકનો ભવ... ૭. છેલ્લો અમરગુપ્ત અને નંદયંતીનો ભવ...
સાતે જન્મોની વાતો મારા મન પર છવાયેલી રહી. મેં આ બધી વાતો ઉપર રાતભર ચિંતન કર્યું. પ્રભાતે મેં ચારિત્ર લેવાનો નિર્ણય કર્યો. મારા નિર્ણયની જાણ મેં મારા મિત્રોને કરી. તેઓ પણ સાધુધર્મ લેવા તૈયાર થયા.
એ જ અમરગુપ્ત આચાર્યની પાસે અમે દીક્ષા લીધી, મારા વૈરાગ્યનું કારણ તેં પૂછ્યું. તે આ છે!'
સિંહકુમારે આચાર્યદેવને ભાવપૂર્વક વંદના કરી.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૭
For Private And Personal Use Only