________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું મૌન રહ્યો.
આ રીતે કેટલા દિવસ તું શોકમગ્ન રહીશ?” “પિતાજી, હું શોકમગ્ન નથી... મારું મન વિરક્ત બન્યું છે.'
બને જ વિરક્ત, જે દુઃખદ ઘટના બની છે, તેથી મન વિરક્ત બને છે, પરંતુ દુનિયામાં આવું બધું બનતું આવ્યું છે... ને બને છે. આનો ભાર હૃદય ઉપર રાખીને જીવી શકાય નહીં... ભાર ઉતારી નાંખ અને હવે શું કરવું - એ વિચાર કર.” “પિતાજી, એ જ વિચાર કરતો હતો...” શાનો?” સાધુધર્મ અંગીકાર કરવાનો.” સાધુધર્મ?”
હા, પિતાજી, આ મનુષ્યજીવનમાં સાધુધર્મની આરાધના કરીને મારે મારાં કર્મોનાં બંધન તોડવાં છે... મારે મુક્ત થવું છે... બુદ્ધ થવું છે...'
વત્સ, હું તો પુનઃ લગ્ન કરવાની વાત લઈ આવ્યો છું... નંદયંતી કરતાં ઘણી ચઢિયાતી કન્યા મળે છે... તું લગ્ન કરી લે...”
જે બંધન... રાગનું બંધન સ્વતઃ તૂટી ગયું છે, રાગનું પાત્ર સ્વયં વિલીન થઈ ગયું છે... હવે ફરીથી મારે રાગના બંધનમાં જ કડાવું નથી... અને હવે મારું મન વૈષયિક સુખોથી પૂર્ણતયા વિરક્ત થઈ ગયું છે. હું ફરીથી લગ્ન નહીં કરી શકું. આપ મને આગ્રહ ના કરો.'
શ્રેષ્ઠી માણિભદ્ર - મારા પિતાજી આમેય મારી આંતરિક વિરક્તિ જાણતા હતા. મારા ધાર્મિક-આધ્યાત્મિક વિચારોથી પરિચિત હતા. તેમણે આગ્રહ છોડી દીધો.
મારી માતાએ અને બહેનોએ મારો નિર્ણય જાણ્યો. તેઓ સહુ રડવા લાગ્યાં. મારા પર તેમને રાગ હતો ને! મેં તેમને ખૂબ જ શાંતિથી.... સંસારનું સ્વરૂપ સમજાવ્યું. “મારું મન હવે ઘરવાસમાં નહીં માને.... મને ઘરવાસ કારાવાસ જેવો લાગ્યો છે..વગેરે વાત કરી.... તેમના મનનું સમાધાન કર્યું.
મેં સાધુધર્મનો સ્વીકાર કર્યો.
અપ્રમત્ત ભાવે સાધુધર્મનું પાલન કર્યું... અને વિચરતો વિચરતો હે રાજન, આ તમારા નગરમાં આવ્યો!' રાજા અરિમર્દને પૂછ્યું : “ભગવંત, નંદયંતી મૃત્યુ પામીને કઈ ગતિમાં ગઈ?'
રાજન, મૃત્યુ પૂર્વે એના ચિત્તમાં ઘોર રૌદ્રધ્યાન ચાલતું હતું. એના પરિણામે એ મરીને “તમઃ પ્રભા' નામની નરકમાં ઉત્પન્ન થઈ છે. ત્યાં એ ૨૧ સાગરોપમ સુધી ઘોર દુઃખો અનુભવશે.” રાજાએ પૂછયું : “ભગવંત, એનો મોક્ષ થશે ખરો? થશે તો ક્યારે થશે?'
ભાગ-૧ ૪ ભવ બીજો
299
For Private And Personal Use Only