________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખ્ય દ્વારની બહાર જમીનમાં એ રીતે દાટવા ગઈ કે એના ઉપર મારો પગ પડે.. કે હું ત્યાં જ ઢળી પડું... અને મરી જાઉં,
જે સમયે દયંતીએ આ બધું કર્યું ત્યારે ઘરમાં મારી માતા કે બહેનો, કોઈ ન હતું. તેને અનુકૂળ સંયોગ મળી ગયો હતો. પરંતુ જે જગામાં એ કામણને દાટવા ગઈ, ત્યાં પગથિયાની ધાર નીચે એક નાનકડો ઝેરી સર્પ રહેલો હતો જેવો નંદયંતીએ એ પગથિયાની નીચે પગ મૂક્યો. સર્પે એને ડંખ મારી દીધો... નંદયંતી ચીસ પાડી ઊઠી. તે ત્યાં જ જમીન પર ઢળી પડી,
અમારા પડોશી રુદ્રદેવ પુરોહિતે નંદયંતીની ચીસ સાંભળી, તેઓ દોડતા અમારા ઘર પાસે આવ્યા. ત્યાં તેમણે સરકી જતા લીલા રંગના સાપને જોયો અને જમીન પર આળોટતી નંદયંતીને જોઈ. પરિસ્થિતિ તેઓ પામી ગયા. દોડતા તેઓ દુકાને મારી પાસે આવ્યા. મને કહ્યું : “શ્રેષ્ઠીપુત્ર, તમે જલદી સાપના ઝેરને ઉતારનારા માંત્રિકોને બોલાવીને ઘેર આવો. નંદયંતીને સર્પે ડંખ દીધો છે...”
તરત જ હું દુકાનેથી દોડતો માંત્રિકો પાસે ગયો. તેમને લઈને શીધ્ર ઘેર આવ્યો. માંત્રિકોએ નંદયંતીને જોઈ. સર્પનું ઝેર પૂરા શરીરમાં વ્યાપી ગયું હતું. છતાં એમણે મારા સંતોષ ખાતર મંત્રપ્રયોગ કર્યો. મંત્રની કોઈ અસર ના થઈ. માંત્રિકોએ મને
કહ્યું :
શ્રેષ્ઠપુત્ર, આ સ્ત્રીને કાળસર્પે ડંખ દીધો છે. એને અમે બચાવી શકીએ એમ નથી.. અમને ક્ષમા કરજો.” એમ કહીને તેઓ ચાલ્યા ગયા.
હું નંદયંતી પાસે બેઠો. એના માથા પર હાથ ફેરવતો રહ્યો. મેં એને ગગદ સ્વરે પૂછયું : 'સુંદરી, તને શું પીડા થાય છે?' પણ એ બોલે શાની. એનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. હું નિરાશ થઈ ગયો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં.
મારાં માતા-પિતા, બહેનો વગેરે પણ આવી ગયાં હતાં. બધાં કલ્પાન્ત કરવાં લાગ્યાં... છેવટે તેની મરણોત્તર ક્રિયા કરવામાં આવી.
હું મારા ખંડમાં શુન્યમનસ્ક બનીને બેઠો, સંસારમાં બધાં જ સુખો મને સ્વપ્નવતું લાગ્યાં. સમગ્ર જીવલોક પર ધિક્કાર છૂટ્યો. “આ ગૃહવાસ... આ બધા સ્નેહસંબંધો. આ વૈભવ... આ સંપત્તિ... બધું જ એક મોટા સ્વપ્ન જેવું છે... અસાર છે.. તુચ્છ છે.. હવે ઘરમાં નહીં રહી શકું.”
ત્યાં મારા પિતાજી મારા ખંડમાં આવ્યા. હું ઊભો થઈ ગયો. તેમણે મારા માથે હાથ મૂક્યો. તેઓ ગંભીર હતા. મારી વ્યથાથી તેઓ દુઃખી હતા. તેઓ ત્યાં રહેલા ભદ્રાસન પર બેઠા. હું એમની પાસે જમીન પર બેઠો.
થોડીવાર મૌન છવાયું. “વત્સ, મારે એક વાત કહેવી છે...'
શ્રી સમરાદિત્ય મહાકથા
પ
For Private And Personal Use Only