________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહકુમારે તેને પાસે પડેલા ભદ્રાસન પર બેસવા સંકેત આપ્યો. કુસુમાવલીને સિંહકુમાર એકીટસે જોઈ રહ્યો હતો... કુસુમાવલી સભાન હતી. તે શરમાઈ ગઈ.... તેણે ધીરેધીરે પોતાની ગરદન ઊંચી કરીને મધુર સ્વરોમાં પૂછ્યું : “નાથ, ગઈકાલે આખો દિવસ આય ઉદ્યાનમાં રહ્યા. સાંજે પણ આવીને સીધા શયનખંડમાં ચાલ્યા ગયાના મારી પાસે આવ્યા. ના મારી સામે દૃષ્ટિ પણ કરી... તો શું આ તમારી અર્ધાગનાન કોઈ અપરાધ થયેલો છે?' કુમાર મૌન રહ્યો. ક્યાંય સુધી એની આંખો કુમાર તરફ તગી રહી.
કમારે મૌન તોડ્યું.
ગઈકાલે તો જે સંવેગ... જે આનંદ અનુભવ્યો છે, તેનું વર્ણન થાય એમ નથી! ગુદેવ ધર્મઘોષસૂરિજીએ એમના ગુરુદેવની સાત-સાત જન્મોની કથા-વ્યથા સંભળાવી કે જેની અસર હજુ પણ મારા મન ઉપરથી દૂર થતી નથી. સાંભળતાં-સાંભળતાં ક્યારેક હું ગ્લાનિ અનુભવતો હતો, ક્યારેક મારી છાતીમાં ડૂમો ભરાઈ જતો હતો. તો ક્યારેક વિષાદથી ઘેરાઈ જતો હતો...! વેદનામય શૂન્યાવકાશ જાણે મને ઘેરી વળતો હતો.'
કુસુમાવલી, કુમારના ગૌર... સુંદર અને સ્કૂર્તિલા ચહેરા પર જોઈ રહી હતી.. તે કુમારની વાતો એકાગ્રતાથી સાંભળતી હતી. સાથે સાથે કુમારની આંતરિક સ્થિતિનું અનુમાન પણ કરે જતી હતી. વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ ઝીંકાયા પછી જે દૃશ્ય રચાય... તેવું દૃશ્ય તેને કુમારમાં દેખાયું. એક દિવસના માત્ર ત્રણ પ્રહરમાં કુમારે સાત-સાત જન્મોની વ્યથાને પીધી હતી!
રાત્રિમાં પણ એ બધું સાંભળેલું જ વાગોળ્યું હશે! એમાં જ લીન હશો? હું પણ તમને યાદ ના આવી મારા સ્વામીનાથ!”
કુસુમાવલીએ સહેજ સ્મિત સાથે મીઠો રોષ કર્યો. એણે ક્યારેય કમારના હૃદયને દૂભવ્યું ન હતું. એણે સતત કુમારને પ્રસન્ન રાખવાનો જ પ્રયત્ન કર્યો હતો.
કુમારના મુખ ઉપર પ્રભાતનાં પુષ્પ જેવું સ્મિત રમી ગયું! તેના ચહેરા પર આમેય રતાશ રહેતી હતી. તેણે કુસુમાવલીને કહ્યું : “સાચી વાત કહું? જો તું ન હોત, તારા મોહપાશમાં બંધાયેલો ના હોત. તો હું ગૃહવાસ છોડીને આજે જ સાધુધર્મ સ્વીકારી લેત..! ગઈ કાલ અને ગઈ રાત... મારી તીવ્ર સંવેગમાં ને તીવ્ર વૈરાગ્યમાં પસાર થઈ છે. મને આ મહેલ. આ રાજ્ય. અને બધા જ સંબંધો સ્વપ્નવતું લાગ્યા... સંસારની વિષમતાઓ, ભયાનકતાઓ... અને પટલીલાઓ જાણીને.. હું અવ્યક્ત ભયથી ધ્રૂજી ઊઠ્યો... મને શરીરે પરસેવો વળી ગયો..”
મારા નાથે, આપ સ્વસ્થ બનો. એ બધું ભૂલી જાઓ.. અને વાસ્તવિકતાનો વિચાર કરો.. અલબત્ત, આપ ખૂબ જ લાગણીશીલ છો.... આપણે રાજમહેલોની જ દુનિયા જોઈ છે! સજ્જનોની વચ્ચે જ આપણાં હજારો વર્ષો પસાર થયાં છે....
આપણે ક્યારેય સામાન્ય લોકોનાં જીવનમાં ડોકિયું કરીને જોયું નથી. આપણે શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only