________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતાજીને ધર્મમાર્ગમાં સ્થાપિત કરવા માટે, આપના પ્રત્યે જાગેલા સ્નેહભાવને સ્થિર કરવા માટે, આપણે એમના ઘરેથી આહાર ગ્રહણ કરવો જોઈએ અને ત્યાં જ આહાર કરવો જોઈએ. આમ કરવામાં જિનાજ્ઞા ખંડિત થતી નથી, પરંતુ જિનાજ્ઞાનું પાલન થાય છે.'
શેષ ચાર ગીતાર્થો પણ સંમત થયા. શિખીકુમારે કહ્યું : “તમારી શાસ્ત્રપરિકર્મિત પ્રજ્ઞા છે. તમે જે નિર્ણય કર્યો તે સમુચિત છે. તો હવે કાલે માતા નિમંત્રણ આપવા આવશે આપણે નિમંત્રણ સ્વીકારીને એની હવેલીએ જઈશું.”
ગીતાર્થ મુનિવરીએ શિખીકુમારની પ્રશંસા કરી, સહુ પોતપોતાના સ્થાને ગયા. શિખીકુમારે વિચાર્યું : જિનવચનોની કેવી બલિહારી છે! જીવોને ધર્મમાર્ગમાં સ્થાપિત કરવા માટે કેવા કેવા અપવાદ માર્ગો બનાવવામાં આવેલા છે! અવશ્ય માતા સંતુષ્ટ થશે અને ધર્મમાર્ગમાં સ્થિર બનશે.
0 0 0 જાલિની!
એની મૂંઝવણ વધી ગઈ. શિખીકુમારે એના ઘરમાં રહેવાની ના પાડી દીધી. એના ઘરમાંથી સર્વ સાધુઓની ભિક્ષા ગ્રહણ કરવાની ના પાડી દીધી. અને ઘરમાં ભોજન કરવા માટે પણ સંમત ન થયા. સાધુજીવનની મર્યાદાનું કારણ અસાધારણ હતું. એટલે શિખીકુમાર ઉપર વધારે દબાણ પણ ના થઈ શકે. તે વિચારમાં પડી ગઈ : “શું કરું? જો હું શીધ્ર ઉપાય નહીં કરું તો માસકલ્પ પૂરો થતાં એ અન્યત્ર વિહાર કરી જશે. જીવતો ચાલ્યો જશે... મારી મનની વાત મનમાં જ રહી જશે. યેન કેન પ્રકારેણ મારે એને મોતને ઘાટ ઉતારી દેવો છે.
હવે જો હું એને ઘરમાં ભોજન ગ્રહણ કરવાની હું જીદ કરીશ તો કદાચ એ ઘરે આવવાનું જ બંધ કરી દેશે. ના, ના, હમણાં એને નારાજ ન જ કરાય. મારું વાત્સલ્ય પ્રદર્શનનું નાટક મારે ચાલુ જ રાખવું જોઈએ.. એને મારવા માટે, એને વિશ્વાસમાં રાખવો જ પડશે... બાકી એને જોઉં છું ને હૃદયમાં આગના ભડકા થાય છે... ચિત્તમાં વેરના તીવ્ર સણકા ઊઠે છે.
તેને મારવાનો ઉપાય એક જ છે... એને ભજનમાં ઝેર આપી દેવું. આ ઉપાય કરવામાં મારે કોઈની સહાય લેવી જરૂરી નથી. આ ઉપાય હું સ્વયં કરી શકશ... આ વાત હું કોઈને પણ કરીશ નહીં. કારણ કે અત્યારે ઘરની દાસીથી માંડીને મોટા મંત્રીઓ સુધી, રાજા સુધ્ધાં શિખીના જ રાગી માણસો છે. અંગત ગણાય એવી એક પણ વ્યક્તિ મારી પાસે નથી... પણ વાંધો નહીં. હું એકલી જ આ કામ પૂરું પાડીશ.
વળી, નવી મૂંઝવણ એના મનમાં પેદા થઈ.. શ્રી સમરાદિત્ય મહાકથા
૪૮૫
For Private And Personal Use Only