________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
H
મને આ જીવ ગમતો નથી... મને પ્રિય લાગતો નથી. મારું મન અકળાય છે.’ અગ્નિશર્માના ભવમાં જે વેરનાં બીજ વાવ્યાં હતાં, તે બીજ આનંદકુમારના ભવમાં અંકુરિત થયાં. ને પિતા ઉપર વેરભાવ જાગ્યો, પિતાની હત્યા કરી... એ વેરભાવ જાલિનીના ભવમાં તીવ્ર બનવાનો છે. એનો પ્રારંભ અત્યારથી જ થઈ જાય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગર્ભપાત કરવા માટે તેણે પોતાની અંગત સખી માલિનીને વાત કરી. માલિની સ્તબ્ધ થઈ ગઈ. તેણે કહ્યું : ‘જાલિની, તું તારા જીવનમાં આ પહેલીવાર ગર્ભવતી બની છે... અને તું તારા ગર્ભની હત્યા કરવાનું વિચારે છે? તારું ચિત્ત કેમ આવું
કલુપિત થઈ ગયું છે?'
‘સાચું કહું છું માલિની, જ્યારથી આ જીવ મારા પેટમાં આવ્યો છે... ત્યારથી મને આનંદ થતો જ નથી... ઉપરથી દ્વેષ થાય છે... વૈરભાવ જાગે છે..., એને મારી નાંખું... મારી નાંખું..., એવા જ વિચારો આવ્યા કરે છે...'
‘તું દેવમંદિરોમાં જા, પરમાત્માની પૂજા કર... સદ્ગુરુઓ પાસે જા... ધર્મનો ઉપદેશ સાંભળ... તારું મન પવિત્ર બનશે, તારા વિચારોમાં પરિવર્તન આવશે... ગર્ભપાત બહુ મોટું પાપ છે મારી સખી... ન કરાય ગર્ભપાત...’
‘તારી વાત સાચી છે... ગર્ભપાત કરવો એ મોટું પાપ છે, પરંતુ એ પાપ કર્યા વિના મને ચેન નહીં પડે... તું મને ગર્ભપાત ક૨વાનાં ઔષધ લાવી આપ... આટલું મારું કામ તારે કરવું જ પડશે...'
માલિનીએ વિચાર્યું : ‘આ સ્ત્રીને ગાંડપણ લાગ્યું છે. એને ભાન નથી... કે એ શું કરવા વિચારે છે, મહામંત્રીના વંશવારસને હણી નાંખવાનું કામ કરવા માગે છે. આ વાત જો મહામંત્રી જાણે તો? બ્રહ્મદત્ત જાણે તો? પરંતુ આને મારે કેવી રીતે સમજાવવી? એને ધાર્યું કરવાની ટેવ છે... જિદ્દી છે... શું કરું?'
જાલિનીએ રીસ કરી : ‘મારી સખી થઈને, મારું આટલું કામ નહીં કરે? તો જા તારે ઘેર. હું બીજી કોઈ દાસી પાસે કામ કરાવીશ....’
‘અરી... મારી સખી, મેં ક્યાં ના પાડી? હું તો એ વિચાર કરતી હતી કે ગર્ભપાતનું ઔષધ ક્યાં મળશે? આવાં ઔષધ કંઈ બજારમાં વેચાતાં નથી...'
‘તું ગમે ત્યાંથી શોધી લાવે એવી છે...'
‘તારું કામ છે એટલે કરવું જ પડશે... બાકી આ ઘોર પાપ...’
‘તારું પાપ મને આપી દેજે, બસ? ભલે હું નરકમાં જઈશ... તું સ્વર્ગમાં જજે...' ‘જાલિની, સ્વર્ગ અને નરકની વાત તો પછીની છે, અહીં આ જનમમાં આ પાપ નડે છે... માની લે કે તેં ગર્ભપાત કરી નાંખ્યો, પછી તું ગર્ભવતી ના થઈ તો? મહામંત્રીનો વંશવેલો અહીં જ પૂરો થશે ને?’
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૩૫૯