________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેલની એ સ્વામિની બનશે. મારી પણ સ્વામિની બનશે... મને ખૂબ ગમશે!'
“એટલે શું તારા માટે મારે એની સાથે લગ્ન કરવાનાં છે?” કુમારે હસીને વસંતાને પ્રફુલ્લિત કરી દીધી, “સવારની વાત સવારે.. અત્યારે હવે સૂઈ જવું છે.”
વસંતા ઊભી થઈ, કુમારનું અભિવાદન કરી તે બહાર નીકળી ને બોલી : આજે મહારાજ કુમારને ઊંઘ નહીં આવે!”
૦ ૦ ૦ રાજન, મને આજે મહારાજા પુરુષદત્તે બોલાવીને કહ્યું કે સિંહકુમારનાં લગ્ન કુસુમાવલી સાથે થાય, એમ હું ઇચ્છું છું. આ વાત તમે મહાસામંત લક્ષ્મીકાંતને કરો...'
મહામંત્રી સુબુદ્ધિએ મહાસામંત લક્ષ્મીકાંતના મહેલમાં જઈને, પુરુષદત્તનો પ્રસ્તાવ રજૂ કર્યો.”
મહામંત્રી, આ અંગે મારે રાણી મુક્તાવલી સાથે પરામર્શ કરવો પડે.'
આપ કરજો પરામર્શ, પરંતુ આપનો પોતાનો અભિપ્રાય શું છે, એ જણાવવા કૃપા કરો.”
મહામંત્રી, મારા અભિપ્રાયની તમે કલ્પના કરી શકો છો! મહારાજાકુમાર સાથે કુસુમાવલીનો સંબંધ થાય, એનાથી વધારે ઉત્તમ શું? મહારાજકુમાર બધી જ રીતે સુયોગ્ય છે. તેઓ ગુણવાન છે, રૂપવાન છે, શૌર્યવાન છે. અને વિનયવિવેક તથા મર્યાદાપાલનમાં ચુસ્ત છે.”
‘રાજન, આ તો મહાન પુણ્યનો ઉદય કહેવાય કે મહારાજા સામે ચાલીને આપની રાજકુમારીની માગણી કરી રહ્યા છે.'
સાચી વાત છે, અને બીજી મહત્ત્વની વાત તો એ છે કે મારા ઉપર મહારાજાના અનેક ઉપકારો છે! વાસ્તવમાં તો તેઓએ માંગણી કરવાની ના હોય, આજ્ઞા જ કરવાની હોય!'
આપ મહારાણીને પૂછી લો. હું પછી સંધ્યા સમયે આપને મળું છું.”
મહામંત્રી ચાલ્યા ગયા. રાજા લક્ષ્મીકાંત હર્ષિત હૃદયે અને આનંદિત વદને રાણી મુક્તાવલીના આવાસમાં ગયા. અચાનક ક-સમયે રાજાને આવેલા જોઈ, રાણી મુક્તાવલીને આશ્ચર્ય થયું. તેણે ઊભા થઈને રાજાનું સ્વાગત કર્યું. લક્ષ્મીકાન્ત સુશોભિત આસન ઉપર બેઠા. ત્યાં પરિચારિકા મદનરેખાએ આવીને રાજાને દૂધનો પ્યાલો આપ્યો અને એક બાજુ જઈને ઊભી રહી.
દૂધ પીને, રાજાએ રાણીને કહ્યું : “દેવી, એક શુભ સમાચાર છે! સાંભળીને તમે રાજી થઈ જશો!'
જલદી કહો સ્વામીનાથ!” મહારાજા પુરુષદત્ત, મહારાજકુમાર માટે કુસુમાવલીની માગણી કરી છે!”
ભાગ-૧ ૪ ભવ બીજો
960
For Private And Personal Use Only