________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહકુમાર અને કુસુમાવલીની જડી તો જામે એવી છે! મેં સિંહકુમારને જોયા છે. એના જેવો રાજકુમાર મારા જોવામાં કે જાણવામાં બીજો કોઈ નથી!'
તો પછી સ્વીકૃતિ આપી દઉં ને? મહામંત્રી સુબુદ્ધિ આ પ્રસ્તાવ લઈને આવ્યા હતા. મહારાજાની તીવ્ર ઇચ્છા છે કે કુસુમાવલી તેમની પુત્રવધૂ બને...”
હું રાજી છું. સ્વીકૃતિ આપી દો!' ‘કુસુમાવલીને પૂછવું નથી?” “ના રે ના, એને શું પૂછવાનું? જે આપણને પસંદ તે એને પસંદ!” તે છતાં દેવી, તમે એને બોલાવીને વાત તો કરજો!”
કરીશ, પણ મને એક બીજી વાત જચે છે. આપણે આપણા રાજમહેલના ઉદ્યાનમાં બંનેને ભેગાં કરીએ તો કેમ? જમવાના બહાને કુમારને નિમંત્રણ આપીએ. જમ્યા પછી કુમાર અને કુસમાવલી મળે. એ બંને રાજી થાય લગ્ન કરવા... પછી ચિંતા જ નહીં!'
દેવી, તમારો વિચાર મને ગમ્યો. હું એ જ રીતે મહામંત્રીને વાત કરું છું.' “આવતી કાલે જ ગોઠવવાનું છે.' રાણીએ કહ્યું.
મહારાજા ચાલ્યા ગયા. તેમની પાછળ મદનરેખા પણ રાણીવાસમાંથી નીકળીને, સીધી કુસુમાવલીના મહેલમાં પહોંચી.
હર્ષઘેલી બનેલી મદનરેખા, કુસુમાવલીને ભેટી પડી, “અરે... અરે.. મદન તું શું કરે છે? હું કંઈ અનંત નથી... કે આ રીતે...'
“ચૂપ રે..મારો અનંત તો મળશે ત્યારે ખરો, પણ તારો સિંહ તો કાલે મળવાનો નક્કી! તારા પિતાજી જ આમંત્રણ આપશે મહારાજ કુમારને! ભોજનનિમિત્તે આમંત્રીને, તમને બંનેને ભેગાં કરશે..
મહારાજાએ પોતે કમાર માટે તારી માંગણી કરી છે! એટલે હવે તારો માર્ગ ચોખ્ખો થઈ ગયો મારી વહાલી સખી! હું બધું સાંભળીને આવી છું.”
તું ક્યાંથી સાંભળી આવી?” “રાણીવાસમાં મહારાજા પધાર્યા હતા, હું ત્યાં જ હતી. મહારાજાને દૂધ આપીને, હું એક ખૂણામાં ઊભી રહી ગઈ હતી. રાજા-રાણીએ બહુ જ સ્પષ્ટતાથી બધી વાતો કરી. મહારાજા ગયા કે તેમની પાછળ હું પણ નીકળી ગઈ.. ને સીધી તારી પાસે આવી...'
કુસુમાવલીની આંખોમાંથી હર્ષનાં આંસુ ટપકવા માંડ્યાં. તે મદનરેખાને ભેટી પડી.
ખરેખર, મદના કુળદેવતાઓએ મારા પર મહાન કૃપા કરી. મારી તીવ્ર ઇચ્છા પૂર્ણ થશે. મારા મનનો એ કામણગારો મને મળી જશે...” શ્રી સમરાદિત્ય મહાકથા
૧૯
For Private And Personal Use Only