________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{
૪
મિત્રોની સાથે સિહકુમાર મહાસામંત લક્ષ્મીકાન્તના મહેલે આવ્યો. મહાસામંતે રાજપરિવાર સાથે હર્ષભેર કુમારનું સ્વાગત કર્યું.
કુમારના ધવલ અધોવસ્ત્ર પર સુવર્ણના તારની ગૂંથણી કરવામાં આવી હતી. જ્યારે એ રેશમી વસ્ત્રને પવનનો સ્પર્શ થતો હતો ત્યારે સુવર્ણનો તારો અવનવી રંગોળી રચતા હતા. કંઈક આછા ગુલાબી રંગના ઉત્તરીય વસ્ત્ર ઉપર રજતના તારોથી ફૂલોની ગૂંથણી કરવામાં આવી હતી. કુમારના શરીરના તાંબા જેવા ઈષ લાલ રંગ સાથે ઉત્તરીય રેશમી વસ્ત્રનો રંગ જામતો હતો. તેના સુદઢ અને માંસલ બાહુઓ ઉપર રત્નજડિત બાહુબંધ શોભતા હતા. લાલ વર્ણના નખથી શોભતી એની આંગળીઓ ઉપર રત્નજડિત મુદ્રિકાઓ ચમકતી હતી. કમર ઉપર પહોળા પટાનો સોનાનો કંદોરો બાંધેલો હતો. એ કંદોરા સાથે ડાબી બાજુએ, કલાત્મક માનવાળી નાની તલવાર ઝૂલતી હતી. પગની મોજડી, જયપુરના શ્રેષ્ઠ કારીગરોએ બનાવેલી હતી અને એના ઉપર મોતી જડેલાં હતાં.
વિશાળ ભાલપ્રદેશ, કંઈક ઊંચી ગ્રીવા, પ્રમાણયુક્ત નાસિકા, કંઈક લંબગોળ ચહેરો... લાલ-લાલ હોઠ.... અને કલાત્મક વળાંકવાળા બે કાન...
સિંહકુમાર મોહક લાગતો હતો. દુનિયાની ભલભલી રૂપસુંદરી કેમ ના હોય, સિંહકુમાર તરફ એકવાર તો આકર્ષાઈ જ જાય! એના ભવ્ય વ્યક્તિત્વમાં અંજાઈ જ જાય!
જ્યારે લક્ષ્મીકાને સ્વાગત કર્યું ત્યારે કુમારે બે હાથ જોડીને સામે અભિવાદન કર્યું. રાણી મુક્તાવલીએ આજે સિંહકુમારને ધારી ધારીને જોયો... એને પૂર્ણ સંતોષ થયો. એણે મનોમન લક્ષ્મીકાન્તની સાથે કુમારની તલના પણ કરી લીધી... અને એને પોતાના કરતાં પોતાની પુત્રી વધારે પુણ્યશાળી લાગી.
મિત્રોની સાથે સિંહકુમારે ભોજન કર્યું. ભોજન કરતાં-કરતાં એની આંખો કુસુમાવલીને શોધવા પ્રયત્ન કરતી હતી, પરંતુ એ ક્યાંથી ત્યાં મળે? એ તો એના આવાસમાં હતી. એની સખીઓ એને શાગારતી હતી. કસમાવલીને શોભે એવાં શ્રેષ્ઠ અને સુંદર વસ્ત્રો પહેરાવ્યાં હતાં. એના રૂપ-લાવણ્યને શતગુણ વધારી મૂકે એવાં અમૂલ્ય આભૂષણોથી શણગારી હતી. એના બંને પગે મેંદી મૂકી હતી, લલાટપ્રદેશમાં લાલમાણેકરનનું તિલક લગાડ્યું હતું. દસે આંગળીઓનાં નખ લાલ રંગથી રંગેલા હતા.
ભાગ-૧ ( ભવ બીજો
900
For Private And Personal Use Only