________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એની ઇચ્છા ના થાય અને તે તમને ના પાડે.. તો તમારા હૃદયમાં દુઃખ થાય. ભાઈ પ્રત્યે તમે નારાજ થાઓ... અને કદાચ જિંદગીપર્યંત અબોલા થઈ જાય! માટે તમારે તો અત્યારે ભાઈ સાથે આ અંગે કોઈ જ વાત નથી કરવાની. હું વાત મૂકીશ.”
આપની વાત અક્ષરશઃ સાચી છે. કદાચ એ ના પાડે તો મને ઘોર અપમાન લાગે. સંબંધ બગડે જ!”
“તો હવે આ વાત નક્કી થઈ કે તમારે કાલે સવારે કુમાર સાથે વાત કરી લેવાની પછી મને જાણ કરવાની, બરાબર?'
હા જી!” મહારાજા પુરુષદત્ત ત્યાંથી ઊઠીને પોતાના શયનખંડમાં જાય, એ પૂર્વે દ્વારની આડશમાં ઊભેલી વસતા મહેલની બહાર નીકળીને, સિંહકુમારના મહેલ તરફ દોડી રહી હતી. એનો હર્ષ સમાતો ન હતો..
તેણે કુમારના શયનખંડમાં દરવાજા પર ત્રણ ટકોરા માર્યા. કોઈ અતિ અગત્યનું કામ હોય તો જ ત્રણ ટકોરા મારવાનો સંકેત નક્કી થયેલો હતો.
સિંહકુમાર જાગતો જ હતો. એણે દરવાજો ખોલ્યો. સામે જ વસંતાને જોઈ. વસંતાએ કુમારનું અભિવાદન કરીને કહ્યું : “હું અંદર આવું? એક બહુ જ ખાનગી વાત કરવી છે..” એનો શ્વાસ ભરાઈ ગયો હતો. એ હાંફતી હતી.
કુમારને શંકા-કુશંકા થઈ. “શું થયું વાસંતી? તને કોઈએ સતાવી કે શું?” વસંતાએ હાથના ઇશારાથી ના પાડી. એ જમીન પર બેસી ગઈ હતી. કુમારને ભદ્રાસન ઉપર બેસવાનું કહ્યું અને બોલી :
મહારાજ કુમાર, બાહુ સારા સમાચાર લાવી છું. જાણીને આપનું હૃદયકમળ ખીલી જશે... આપની વ્યથા દૂર થઈ જશે... આપ આનંદવિભોર થઈ જશો...!”
હં.. વાત કર..” “આપનો વિવાહ રાજકુમારી કુસુમાવલી સાથે કરવાની મંત્રણા મહારાજા અને મહારાણી વચ્ચે થઈ છે!”
ક્યારે?' કુમારે ઉત્સુકતાથી પૂછ્યું. હમણાં જ! મંત્રણા પૂરી થઈ અને હું દોડતી અહીં આવી!” કુમાર મૌન રહ્યો... તેણે વસતા સામે જોયા કર્યું. શું આપને મારી વાત પર વિશ્વાસ નથી બેસતો?”
વસતા, તું મારી વિશ્વસનીય પરિચારિકા છે. તું હમેશાં મારા સુખનો જ વિચાર કરતી હોય છે...”
આવતી કાલે સવારે દુગ્ધપાનના સમયે માતાજી આપનો અભિપ્રાય પૂછવાનાં છે... હા, આપ ના ન પાડશો! કુસુમાવલી તો ખરેખર, કુસુમાવલી જ છે. આ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૯૭
For Private And Personal Use Only