________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયું. આ જ પ્રદેશના હસ્તિનાપુર નગરમાં તારો જન્મ થયો.
સુહસ્તિ નામના નગરશ્રેષ્ઠીની પત્ની કાન્તિમતીની કૂખે તું અવતર્યો. રૂપ અને લાવણ્યમાં તું અદ્વિતીય હતો. તારું નામ સમુદ્રદત્ત રાખવામાં આવ્યું. કારણ કે તેને પ્રશાન્ત સમુદ્રનું સ્વપ્ન આવ્યું હતું, જ્યારે તું એના પેટમાં ગર્ભરૂપે આવ્યો હતો ત્યારે તારું શ્રેષ્ઠ લાલન-પાલન થવા માંડ્યું.
એ જ સમયમાં, પૂર્વજન્મનો તારો ચંડાળ-ભાઈ ચંડસેન કે જે નરકમાં ગયો હતો, તે નરકનું આયુષ્ય પૂર્ણ કરી, તમારી ગૃહદાસી સોમિલાના પેટમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયો. જ્યારે એનો જન્મ થયો તેનું નામ “મંગલક' રાખવામાં આવ્યું.
જ્યારે તું યૌવનવયમાં આવ્યો, હસ્તિનાપુરમાં અનંગદેવ નામના મહાન આચાર્ય પધાર્યા. પૂર્વજન્મમાં તેં મુનિરાજ પ્રત્યે પ્રીતિ-ભક્તિ કરેલી હતી એટલે અહીં આચાર્યને જતાં જ તારાં રોમ-રોમ વિકસ્વર થઈ ગયાં. તેં દર્શન-વંદન કર્યા. આચાર્યે તને “ધર્મલાભ'નો આશીર્વાદ આપ્યો. તેઓએ તને ધર્મનો ઉપદેશ આપ્યો. તને વ્રતમય ગૃહસ્વધર્મ ગમ્યો. તે વિધિપૂર્વક ગૃહસ્વધર્મ સ્વીકાર્યો. દાસપુત્ર મંગલક તારા મિત્ર જેવો જ હતો. તને ખુશ કરવા એણે પણ અણુવ્રત સ્વીકાય.
માસિકલ્પ પૂરો થયો. આચાર્ય અન્યત્ર વિહાર કરી ગયા.
તમે બંને - તું અને મંગલક, વ્રતોનું પાલન કરો છો. પરંતુ મંગલક માત્ર તેને રાજી રાખવા વ્રતપાલન કરે છે, અને તારા પ્રત્યે દ્વેષ અને ઇર્ષા રાખે છે. દેખાવ તો મિત્રતાનો જ કરે છે. તેને મંગલક ઉપર પૂર્ણ વિશ્વાસ હોય છે.
તારાં લગ્ન થયાં, લક્ષ્મીનિલય નગરની શ્રેષ્ઠી કન્યા જિનમતી સાથે લગ્ન કરી તું સંસારનાં વૈષયિક સુખો ભોગવતો રહ્યો. એક વર્ષ પછી જિનમતીનો ભાઈ આવીને જિનમતીને લક્ષ્મીનિલય લઈ ગયો. ચાર મહિના પછી, લક્ષ્મીનિલયથી અચલ શ્રેષ્ઠીનો સંદેશો આવ્યો : “તમે આવીને જિનમતીને લઈ જાઓ.'
તારા પિતાએ તેને કહ્યું : “વત્સ, તું લક્ષ્મીનિલય જા અને પુત્રવધૂને તેડી. આવ, તારે જોઈએ તો બે-ચાર માણસોને સાથે લઈ જા. માર્ગ લાંબો છે ને વિકટ છે.”
તેં કહ્યું : “પિતાજી હું મારી સાથે મંગલકને લઈ જઈશ, બીજા માણસની જરૂર નથી.”
એક દિવસ તમે બંને મિત્રો, આવશ્યક સામગ્રી લઈને લક્ષ્મીનિલય જવા નીકળી પડ્યા. મંગલકે તીક્ષ્ણ છરી પણ પોતાની કમરમાં છુપાવીને રાખી હતી. જંગલોમાં પશુઓનો ભય રહેતો હતો. આમ તો તમે બંને નિર્ભય હતા, શક્તિશાળી હતા. વાતો કરતાં-કરતાં તમે આગળ વધી રહ્યા હતા.
કેટલાક દિવસો પછી તમે લક્ષ્મી પર્વતની તળેટીમાં પહોંચ્યા. પહાડ ઓળંગીને
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only