________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તમારે લક્ષ્મીનિલય નગરમાં જવાનું હતું. તળેટીમાં વિસામો કર્યો. રાત પસાર કરી. વહેલી સવારે પહાડ ચઢવા માંડ્યા. સતત બે પ્રહર સુધી ચઢ્યા કર્યું તમે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમે પહાડની ઉપર વિશાળ મેદાનમાં જઈ પહોંચ્યા. બંને તમે થાકી ગયા હતા. તમે એકાદ ઘટિકા વિશ્રામ કરવાનું વિચાર્યું. મેદાનની સામે વૃક્ષોની ઘટા હતી... પાસે જ ઝરણું વહેતું હતું. શીતળ છાયા હતી, શીતળ પવન હતો. તમે બંને ત્યાં જઈને બેઠા.
તારી દૃષ્ટિ ત્યાં એક વૃક્ષના મૂળ ઉપર પડી. તને આશ્ચર્ય થયું... એ વૃક્ષનું મૂળ બહાર નીકળી રહ્યું હતું... તેં મંગલકને પૂછ્યું : ‘મંગલક, આ વૃક્ષ ‘ચક્રવડ’નું છે ને?’
મંગલકે કહ્યું : ‘હા, ચક્રવડ છે.’
‘જો, આ વૃક્ષનું મૂળ બહાર નીકળી રહ્યું છે... મને લાગે છે કે આ વૃક્ષની નીચે ખજાનો હોવો જોઈએ!’ હસતાં હસતાં તેં કહ્યું,
‘મંગલકે કહ્યું : ‘તો ખોદીને તપાસ કરું?'
‘ના રે ના, આ તો બે ઘડી મજા માટે બોલ્યો, બાકી મને ધન-સંપત્તિનો મોહ નથી. મારી પાસે ઘણી સંપત્તિ છે! આ તો મારો સ્વભાવ જરા કૌતુકપ્રિય હોવાથી મેં વાત કરી.’
‘ભલે, તને કૌતુક થયું તેમ મને પણ થયું છે... હું ખોદીને જોઉં છું...'
‘રહેવા દે મંગલ, કદાચ હશે નિધાન, તો પણ આવા પ્રદેશોમાં એના રક્ષક દેવો... વ્યંતરો કે પશુઓ હોય છે. નાહક ઉપદ્રવ શા માટે કરવો?'
પરંતુ ખજાનાની વાત સાંભળી એના મોંમાં પાણી આવી ગયું હતું. તારી ઘણી ના હોવા છતાં એક અણીવાળા લાકડાનો ટુકડો એ શોધી લાવ્યો અને ધીરે ધીરે પેલા વૃક્ષના મૂળમાં ખોદવા લાગ્યો. થોડું થોડું ઊંડું ખોદ્યું... કે ખજાનાના વાસણનો કાંઠો દેખાયો! મંગલ નાચી ઊઠ્યો : ‘અરે, આ તો મહાનિધાન છે!'
તેં મંગલકને કહ્યું : ‘મંગલ, એ ખાડો પૂરી દે, આવાં નિધાન ગ્રહણ કરવા જેવા નથી હોતાં. કોઈ અભિશપ્ત નિધાન ઘરમાં આવે તો પૂરા ઘરને ઉજ્જડ કરી નાંખે... માટે તું એની ઇચ્છા ના કરીશ. એટલું જ નહીં, બીજા કોઈને પણ વાત ના કરીશ...’
3
મંગલકે કહ્યું : ‘ભલે, મારા મિત્રની જેવી ઇચ્છા... બાકી મને તો નિધાન લેવામાં કોઈ ભય લાગતો નથી. ખજાનો ખોલીને જે કંઈ માલમતા હોય તે લઈ, તમારા શ્વસુરગૃહે રાખી શકાય. ત્યાંથી પછી આપણે હસ્તિનાપુર પહોંચાડવાની ગોઠવણ કરી શકીશું.' મંગળની વાત સાંભળીને તેં કહ્યું :
‘જો મંગલક, આ નિધાનનો જરાય લોભ રાખીશ નહીં. મને જરાય ગમતી વાત નથી.'
For Private And Personal Use Only
ભાગ-૧ * ભવ ત્રીજો