________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“મને જરાય લોભ નથી. હું તો તારા માટે – તારા લાભ માટે કહેતો હતો....”
તે જરા કડક સ્વરે કહ્યું : “મારા લાભનો તારે વિચાર કરવાની જરૂર નથી. ચાલ, આપણે અહીંથી ચાલીએ. પહાડ ઊતરતાં પણ સમય લાગશે.”
મંગલકે ખાડો પૂરી દીધો, પણ એની દાઢ સળવળી રહી હતી. “શ્રેષ્ઠીપુત્ર જરૂર મારાથી છૂપી રીતે આ ખજાનો કાઢીને લઈ જશે. વણિકપુત્ર ખજાનો જઈને લલચાયા વિના ના જ રહે. મને ભાગ ના આપવો પડે, એટલે આ પ્રમાણે એ વાત કરે છે! પરંતુ હું કંઈ ભોળો નથી. આ ખજાનો હું જ લઈશ.” આને મારીને પણ હું લઈશ.. નાનો ખજાનો નથી. મોટો ખજાનો છે. સાત પેઢી સુધી ખૂટે નહીં, એટલું ધન છે એમાં... આ તો ભાગ્યના ઉદયથી જ મળે... હું આ તક જતી નહીં કરું.”
તમે બંને મિત્રો પહાડ ઊતરવા લાગ્યા. તારા મનમાં એ ખજાનાનું આકર્ષણ રહ્યું ન હતું, પરંતુ મંગલકના મનમાં તીવ્ર આકર્ષણ હતું. તું તારા વિચારોમાં મગ્ન હતો, મંગલક એના પાપવિચારોમાં લીન હતો. એ તને મારી નાંખવાના ઉપાયો વિચારતો હતો... પરંતુ કોઈ ઉપાય જામતો ન હતો.
તમે પહાડની નીચે ગયા. લક્ષ્મીનિલયની બહાર ઉદ્યાનમાં પહોંચીને તેં મંગલકને કહ્યું : “ભાઈ મંગલક, તું નગરમાં જા, મારા સસરા અચલ શ્રેષ્ઠીના ઘરે જા. તેમના ઘરના સમાચાર લઈને આવે અને એમને આપણા આગમનની પણ વાત કરતો આવ.'
મંગલક ઉદ્યાનમાંથી બહાર નીકળ્યો. એક વૃક્ષની નીચે જઈને ઊભો. તેના મનમાં વિચારોનું ઘમસાણ ચાલતું હતું.
જો અમે નગરમાં પ્રવેશ કર્યો, તો આ શ્રેષ્ઠીપુત્ર એના સસરાની સહાયથી પેલો ખજાનો કાઢી લેશે. મને ખબરેય નહીં પડે.. ને ખજાનો હસ્તિનાપુર પહોંચી જશે! માટે અમારો નગરમાં પ્રવેશ જ ના થાય, જમાઈ - સસરા ભેગા જ ન મળે, અને અમે બારોબાર હસ્તિનાપુર તરફ, બીજા રસ્તેથી ચાલ્યા જઈએ તો માર્ગમાં હું એનું કાસળ કાઢી નાંખું.... ને પછી પહાડ ઉપર જઈને પેલો ખજાનો કાઢી લઊં!'
“સમુદ્રદત્ત નગરમાં ન જાય-તે માટે શું કરું? મંગલક વિચારવા લાગ્યો... બુદ્ધિશાળી તો હતો જ! એણે યોજના વિચારી લીધી: ચપટી વગાડીને નાચવા લાગ્યો. “સરસ ઉપાય છે, જરૂર સમુદ્રદત્ત મારી વાત માની લેશે.. એને મારા ઉપર આંધળો વિશ્વાસ છે... મારે લાભ ઉઠાવી લેવો જોઈએ. ભલે ને એ મારો મિત્ર હોય... છેવટે હું દાસીપુત્ર છું ને! અને દુનિયામાં પૈસા માટે... નિધાન માટે કોણ વિશ્વાસઘાત નથી કરતું?”
મંગલક તારી પાસે આવ્યો, મોડો આવ્યો તેનું મોટું ઊતરેલું હતું. તેની આંખોમાં નિરાશા હતી. તારા પેટમાં ધ્રાસકો પડ્યો. થોડીવાર મંગલ મૌન રહ્યો. તું અકળાયો તેં પૂછ્યું : શ્રી સમરાદિત્ય મહાકથા
૩૮૯
For Private And Personal Use Only