________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મિત્ર મંગલક, તું કેમ ઉદાસ છે? શ્વસુરગૃહે કુશળતા તો છે ને? જિનમતી કુશળ છે ને?
શ્રેષ્ઠીપુત્ર, જો શ્વસુરગૃહે કુશળતા હોત તો હું દોડતો ના આવત? તને શુભ વધામણી ના આપત? પણ આ તો..” “શું થયું શ્વસુરગૃહે? જલદી કહે મિત્ર.. મારું મન ખૂબ અકળાય છે...” મેં કહ્યું.
પણ હું જો સાચી વાત કરીશ તો તારું મન ફાટી જશે.... તું માથાં પછાડીશ.,, તને સાચવવો મારા માટે મુશ્કેલ..' એમ બોલતાં બોલતાં મંગલકનો અવાજ ગળગળો થઈ ગયો.
તારી સ્થિતિ વિચિત્ર થઈ ગઈ. તે મંગલકના બે ખભા પકડીને હચમચાવી નાંખ્યો. તેને કહ્યું : “જે વાત હોય તે મને કહે, હું શાન્તિથી સાંભળીશ.' 'મિત્ર, જિનમતીએ પિતૃકુળને અને શ્વસુરકુળને મોટું કલંક લગાડવું છે...' એટલે?' તારી છાતી ધડકવા લાગી હતી.
એણે આ જ નગરના એક મોટા શ્રીમંત યુવાન સાથે પ્રેમ કર્યો છે અને એના ઘરમાં જઈને બેસી ગઈ છે...”
શું વાત કરે છે તે મંગલક? જિનમતી આવું ખોટું પગલું ભરે ખરી? ના, ના, તને કોઈએ ખોટી વાત કરી લાગે છે. તને અને મને ભ્રમિત કરવા માટે...”
“ના મિત્ર, બીજા કોઈએ આવી વાત કરી હોય તો હું માનું ખરો? સ્વયં અચલ શ્રેષ્ઠીએ રોતાં-રોતાં આ વાત કરી તમારી સાસુ તો ઘરના અંદરના ઓરડામાંથી બહાર જ નથી નીકળતાં. અચલ શ્રેષ્ઠીએ કહ્યું : “ભાઈ મંગલક, અમારે તો ઝેર પીને મરી જવાના દિવસો આવ્યા. એ દુષ્ટ છોકરીએ એનું પોતાનું જીવન તો બગાડ્યું. અમને નગરમાં ધિક્કારપાત્ર બનાવી દીધાં... હવે અમે જમાઈને શું મોટું દેખાડીએ? વેવાઈને શી વાત કરીએ? આ તો તું આવ્યો એટલે બધી પેટછૂટી વાત કરી દીધી. તું અમારા જમાઈનો અંગત મિત્ર છે... એટલે... બિચારા શ્રેષ્ઠી રડી પડયા. ત્રણત્રણ દિવસથી એમણે ભોજન નથી કર્યું.. મિત્ર, એમની સ્થિતિ જોઈને હું પણ ત્યાં રડી પડ્યો. શેઠે મને આશ્વાસન આપ્યું. શાન્ત કર્યો... અને હું અહીં પાછો આવ્યો.”
સમુદ્રદત્ત, તું મંગલકની વાત સાંભળી ઊંડા વિચારમાં પડી ગયો. તું જિનમતીને, તારી પત્નીને સારી રીતે જાણતો હતો. તે શીલવતી હતી, ગુણવતી હતી, “પ્રાણ જાય તો જાય, શીલ ના જવું જોઈએ, આ સિદ્ધાન્તમાં માનનારી હતી. એ આવું ખોટું કામ કરે ખરી? પરંતુ મંગલક કહે છે કે તેણે બીજા પુરુષનું ઘર માંડયું છે. કંઈ જ સમજાતું નથી...”
તેં મંગલકને કહ્યું : “મંગલ, તું મારો મિત્ર છે... મારું એક કામ કર. તું નગરમાં
3c0
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only