________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
3
જમીનમાં દાટેલા નિધાનનો તીવ્રલોભ તમને બંનેને ચાર ગતિમાં કેવા ભટકાવે છે? હે વિજયસિંહ, તીર્થંકર પરમાત્મા અતિદેવે મને સંબોધીને કહ્યું : “તારું નરકનું આયુષ્ય પૂર્ણ થયું. પાછો આ જ પ્રદેશમાં તારો જન્મ થયો.
શ્રીમંત' નામના ગામડામાં શાલિભદ્ર નામનો એક વેપારી રહેતો હતો. તેની પત્નીનું નામ હતું નંદિની. તું નંદિનીના પેટે અવતર્યો. તારું નામ બાલસુંદર પાડવામાં આવ્યું. સુશીલ માતા-પિતાનો તું સુશીલ પુત્ર હતો. સાદું સાત્ત્વિક અને સરળ જીવન જીવ્યે જ હતો. તું યૌવનવયમાં આવ્યો.
એક દિવસ ભાગ્યયોગે એ ગામડામાં “શીલદેવ' નામના જ્ઞાની-ધ્યાની અને વૈરાગી મુનિવર પધાર્યા. તેં તારા જીવનમાં પહેલી જ વાર મુનિરાજને જોયા હતા. તારા ચિત્તમાં અપૂર્વ આલાદ થયો. તે મુનિરાજને ગામમાં થોડા દિવસ રોકાવા માટે પ્રાર્થના કરી. મુનિરાજ રોકાયા.
તું પ્રતિદિન મુનિરાજ પાસે જવા લાગ્યો, તેમની સેવાશુશ્રુષા કરવા લાગ્યો. તારો ભક્તિભાવ વધવા લાગ્યો.
મુનિરાજે તને “આત્માનું જ્ઞાન આપ્યું. સદગુરુની સાચી ઓળખાણ કરાવી. પરમાત્મા સ્વરૂપનો બોધ કરાવ્યો. ગૃહસ્થ ધર્મ અને સાધુધર્મનાં વ્રત-નિયમો સમજાવ્યાં. સ્વર્ગ અને મોક્ષની સામાન્ય કલ્પના આપી. લગભગ એક માસ પૂરો થવા આવ્યો હતો.
મુનિશ્રેષ્ઠ શીલદેવે તને કહ્યું : “બાલસુંદર, માસકલ્પ પૂર્ણ થશે એટલે અમે અહીંથી અન્યત્ર વિહાર કરી જઈશું.”
મેં કહ્યું : “ગુરુદેવ, આપે મારા પર અનહદ ઉપકાર કર્યો. આપના ઉપકારનો બદલો હું કેવી રીતે વાળીશ? ગુરુદેવ, મને અણુવ્રતમય ગૃહસ્થધર્મ આપો. હું પ્રાણાંત પણ એ વ્રતોને પાળીશ..”
તે ગૃહસ્વધર્મ સ્વીકાર્યો. અનાદિ ભવચક્રમાં તું સર્વપ્રથમ જિનધર્મ પામ્યો હતો. એટલે તારા ઉમંગની અવધિ ન હતી. તેં જીવનપર્યંત શ્રાવકધર્મનું પાલન કર્યું.
તું સમાધિમૃત્યુ પામ્યો. તું દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાં અસંખ્ય વર્ષો સુધી દિવ્ય સુખો ભોગવર્તી રહ્યો.
39
ભાગ-૧ જૂ ભવ ત્રીજો
For Private And Personal Use Only