________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જમીન પર પછાડ્યો. તને કળ ચઢી ગઈ... છતાં તેં એનો સામનો કર્યો. એના બે પગ તેં બગલમાં દબાવીને ઝટકો આપ્યો.. એ ઊંધા મોઢે જમીન પર પછડાયો. પરંતુ તે ઊભો થાય એ પહેલા ચંડસેન ઊભો થઈ ગયો. તારી ગરદન પર એનો જાડો હાથ વીંટાળ્યો અને બીજા હાથથી તારું મોટું દાબી દીધું... તું ગૂંગળાવા માંડ્યો. છૂટવા માટે ધમપછાડા કરવા લાગ્યો.
ચંડસેનને ખુન્નસ ચઢી ગયું હતું. એની કટારી દૂર પડી હતી તને એણે જમીન પર પછાડ્યો અને એણે દોડીને કટારી લઈ લીધી. તેનામાં જેટલું જોર હતું. તેટલું જોર વાપરીને તારા ઉપર કટારી ઝીંકી દીધી. તારા શરીરને ઊભું ચીરી નાંખ્યું.
તારું મૃત્યુ થયું. મરીને તું નરકમાં ઉત્પન્ન થયો...
કારણ કે તારા મનમાં પણ ચંડસેનને મારી નાંખવાની તીવ્ર ઇચ્છા પેદા થઈ હતી.
ચંડસેન એ જ જગાએ રહ્યો. જે જગાએ ખજાનો હતો તે જ જગા પર તેણે નાની ઝૂંપડી બનાવી દીધી. ભયથી તે ખજાનો જમીનની બહાર ના કાઢ્યો.
એક દિવસ ત્યાં બીજો ચંડાળ - શિકારી આવી ચડ્યો. તેણે ચંડસેનને કહ્યું. “મારે પણ અહીં રહેવું છે.”
ચંડસેને કહ્યું : “આ મારી જગા છે, તું નહીં રહી શકે.” પેલાએ કહ્યું : “તારી શાની જગા? જે રહે તેની!
એમ કહીને પેલા શિકારીએ ચંડસેન ઉપર તલવાર ચલાવી દીધી. ધડથી માથું જુદું કરી નાખ્યું.
ખજાનો ત્યાંનો ત્યાં રહ્યો. ચંડસેન મરીને નરકમાં ઉત્પન્ન થયો. આ રીતે, તમે બંને નરકમાં ગયા,
શ્રી સમરાદિત્ય મહાકથા
૩૮
For Private And Personal Use Only