________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહના જીવનું નામ ચંડસેન પાડવામાં આવ્યું. તમે બંને મોટા થયા, તમે શિકારી બન્યા.
એક દિવસ, ચંડસેને તને કહ્યું : “ભાઈ, થોડા યોજન દૂર લક્ષ્મીપર્વત છે. આ પર્વતમાં અસંખ્ય પશુઓ છે. આપણે ત્યાં.... એ પહાડ ઉપર શિકાર કરવા જઈએ...” તને “લક્ષ્મીપર્વતનું નામ સાંભળીને રોમાંચ થયો, તારું મન પણ એ પર્વત ઉપર જવા લલચાયું.
તમે બંને, ખભા ઉપર ધનુષ્ય-બાણ લટકાવીને નીકળી પડ્યા... તમારી ધારણા મુજબ તમે લક્ષ્મીપર્વત ઉપર પહોંચી ગયા. લક્ષ્મીપર્વત આમેય તમને ગમતો જ હતો... એ પર્વત પર દાટેલો ખજાનો. પણ અસંખ્ય વર્ષોથી તમને આકર્ષતો આવ્યો
હતો.
તમે ભૂખ્યા થયા હતા. તમે એક ડુક્કરનો શિકાર કર્યો. ડુક્કર એ જગાએ જ મર્યું.. કે જ્યાં નિધાન દાટેલું હતું. તમે દોડીને એ જગાએ ગયા. આગ પેટાવી, તેમાં ડુક્કરને પકાવી, તમે પેટ ભરીને ખાધું. ખાઈને તમે એ જ જગ્યાએ આડા પડ્યા. વાતો કરવા લાગ્યા. ચંડસેન પોતાની નાની કટારીથી, પ્રયોજન વિના જમીન ખોતરતો હતો... અચાનક તેની કટારી કોઈ ધાતુના વાસણ સાથે ટકરાઈ... ચંડસેને જોયું તો જેમાં ખજાનો ભરેલો હતો તે વાસણનો કાંઠો દેખાયો. ચંડસેનની છઠ્ઠી ઇન્દ્રિય સક્રિય બની. “આ ખજાનો છે. આ વાત તેને સમજાઈ ગઈ. તેણે તરત જ એ ખાડામાં માટી નાંખવા માંડી. મેં એને પૂછ્યું : “શું છે ખાડામાં?' બીજું શું હોય? પથરા ને માટી!” “ના, ના, તું વાત છુપાવે છે... મેં જોઈ લીધું છે!”
“શું જોયું તેં?” ચંડસેનને ગુસ્સો આવ્યો. તે ઊભો થઈ ગયો. તેના મનમાં - “આ ખજાનો મારો એકલાનો જ છે. હું કાલસેનને ભાગ નહીં આપું. પણ તે માગશે... માટે એને અહીં જ મારી નાંખું!”
તું તો હજુ આડો પડીને જ વાત કરી રહ્યો હતો. ત્યાં ક્રોધથી રાતોપીળો થયેલો ચંડસેન તારા પર તૂટી પડ્યો. તારા ખભા અને ગરદન પર, તલવારથી ઘા કરતો હોય તેમ હથેળીથી ઘા કરવા લાગ્યો. ચંડસેન મહાકાય આદમી હતો. તેની તાકાત આગળ તારું કંઈ ચાલે એમ ન હતું. તું પાતળો સોટા જેવો છતાં મજબૂત હતો. તે જેવો ઊભો થવા ગયો કે ચંડસેને તારા કાન પર કસીને લાફો માર્યો. તારા ગળામાંથી વેદનાના ઊંહકારા નીકળ્યા. તું બોલ્યો : “ચંડસેન, તું મને માર નહીં, મારે ખજાનો જોઈતો નથી. પરંતુ એ શાનો સાંભળે? એ બંને હાથે તારું માથું પકડીને તને
ભાગ-૧ # ભવ ત્રીજો
For Private And Personal Use Only