________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પશુ કોણ હશે?' ત્યાં તો એ ભયાનક બિહામણો ચહેરો તારી નજીક આવ્યો અને તારો પગ એણે તેના જડબામાં જકડી લીધો. તે જ ક્ષણે તને ખ્યાલ આવ્યો કે આ કોઈ સામાન્ય પશુ નથી, પણ સિંહ છે! તે જીવ પર આવીને તારો પગ ઉલાળ્યો અને તાપણામાંથી સળગતું લાકડું ઉઠાવીને સિંહ પર ઝીંકી દીધું... તેને લમણામાં જોરથી લાકડું વાગ્યું. તેથી તે પાછો હઠ્યો. પરંતુ તે બીજો કોઈ ઉપાય કરે એ પહેલાં જાણે આકાશમાંથી વીજળી ત્રાટકી હોય તેમ એ સિંહ તારા પર ત્રાટક્યો... તેણે ભીષણ ગર્જના કરી.... ગર્જના સાંભળીને સુભટ જાગી ગયા. પણ ત્યાનું દશ્ય જોઈ થીજી ગયા. વિકરાળ અને મોટી શૈલા જેવો સિંહ જોઈને તેઓના હાંજા ગગડી ગયા. તું જીવ પર આવી ગયો.... તું સિંહ પર સામો ત્રાટક્યો. અડધા સળગી ગયેલા લાકડાનો બીજો પ્રહાર કરી દીધો... લાકડું વીંઝાતાંની સાથે જ સળગ્યું... આછો ભડકો થયો. સિંહ થોડો પાછો પડ્યો. કાનના પડદા ચીરી નાંખે તેવી બીજી ગર્જના કરી. પહાડ ધણધણી ઊઠ્યો... તું શું કરવું - એ વિચારે ત્યાં સિંહ છલાંગ મારી, તું ખસી ગયો.. પણ તારો ડાબો હાથ સિંહે તેના જડબામાં પકડી લીધો.. તારા બીજા હાથમાં લાકડાનો ટુકડો હતો, તે સિંહ પર પ્રહાર કરે, તે પહેલાં સિંહે તને ઢસડવા માંડ્યો... તારું સમતુલન તૂટ્યું. તું ઘસડાવા માંડ્યો... સિંહે તારા હાથને લોહીલુહાણ કરી દીધો હતો. તેં બૂમ પાડીને સુભટોને કહ્યું : “મને મારી કટારી આપો. તરત જ તારા હાથમાં કટારી આવી ગઈ. જેટલું જોર હતું તારા શરીરમાં એટલા જોરથી સિંહ પર કટારીનો ઘા કરી દીધો, પરંતુ એની સાથે જ સિંહનો પંજો. તારા માથા પર પડ્યો... જાણે કોઈએ ઘણા ઝીંકી દીધો હોય એવી કાળી વેદના તને થઈ આવી... તેં મરણિયા બનીને સિંહ પર કટારીના ઘા કરવા માંડ્યા. તને તમ્મર આવી ગયા હતા. તારા સુભટોએ મરણતોલ બની ગયેલા સિંહને ઘેરી લઈ, એના પર ભાલાના પ્રહાર કરવા માંડ્યા... સિંહ ઢળી પડ્ય...
સુભટો તારી પાસે આવ્યા. તે છેલ્લા શ્વાસ લેતો હતો. તારું માથું ફાટી ગયું હતું... મોટું ચિરાઈ ગયું હતું. થોડીવારમાં જ તારું પ્રાણપંખેરું ઊડી ગયું.
તમારા બંનેનું મૃત્યુ થયું. તે સિંહને માર્યો, સિંહે તને માર્યો. સુભટો તારા મૃતદેહ પાસે બેસીને કરુણ રુદન કરવા લાગ્યા. છેવટે ત્યાં જ અગ્નિસંસ્કાર કરી, તેઓ પાછા કૃતંગલા નગરીએ ગયા.
0 0 0 શ્રી સ્થળ” નામના નગરમાં યક્ષદાસ નામનો ચંડાળ રહેતો હતો તેની પત્નીનું નામ માતૃયક્ષા હતું. માતૃયક્ષાના પેટમાં તમે બંને જોડિયા ભાઈ તરીકે ઉત્પન્ન થયા.
તારે નામ કાલસેન પાડવામાં આવ્યું. શ્રી સમરાદિત્ય મહાકથા
33
For Private And Personal Use Only