________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ... નિસર્ગનું મુગ્ધ કરનારું સૌન્દર્ય... પરમાર્થ અને પરોપકારની ભાવનાઓ..
સુપરિતોષ' નામનું આ તપોવન, અગ્નિશર્માને ખૂબ ગમ્યું. તેણે કુલપતિ પાસેથી તાપસજીવનનાં વ્રત-નિયમોનું જ્ઞાન મેળવ્યું. તેણે પોતાનું સમગ્ર જીવન કુલપતિનાં ચરણે સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો.
એક શુભ દિવસે કુલપતિએ, સર્વ તાપસોની સાક્ષીએ અગ્નિશર્માને તાપસી-દીક્ષા આપી. અગ્નિશમને ભગવાં વસ્ત્ર પહેરાવવામાં આવ્યાં અને ત્રિદંડ આપવામાં આવ્યો. માથે મુંડન કરવામાં આવ્યું.
અગ્નિશમના હૃદયમાં વૈરાગ્યભાવ ઊછળી રહ્યો હતો. જીવન પ્રત્યે કોઈ મોહ રહ્યો ન હતો. શરીર પર કોઈ મમત્વ રહ્યું ન હતું. એને તો ઉત્કૃષ્ટ ધર્મની આરાધના કરી આગામી જન્મોની પરંપરાને સુખમય અને આનંદમય બનાવવી હતી. એના હૃદયમાં “ધર્મથી જ સુખ મળે” આ સિદ્ધાંત જચી ગયો હતો.
એણે કુલપતિ પાસેથી જાણ્યું હતું કે, “તપશ્ચર્યાથી અને જ્ઞાનથી આત્મા જલદી વિશુદ્ધ થાય છે.' તેણે દીક્ષાના દિવસે જ, કુલપતિની સમક્ષ, સર્વ તાપસોના સાનિધ્યમાં એક મહાપ્રતિજ્ઞા કરી :
ભગવંત, હું જીવનપર્યત મહિના-મહિનાના ઉપવાસ કરીશ. પારણાના દિવસે, પહેલાં જે ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરીશ, ત્યાં જ પારણું કરીશ. પરંતુ કદાચ પહેલા ઘરમાં પારણું ન થયું તો બીજા ઘરે પારણું નહીં કરું. બીજા મહિનાના ઉપવાસ શરૂ કરી દઈશ.”
“ધન્ય ધન્ય મહાતપસ્વી!” ઉપસ્થિત સેંકડો તાપસોએ અગ્નિશર્માને પુનઃ પુનઃ ધન્યવાદ આપ્યા. કુલપતિ આર્ય કૌડિન્ય પણ અગ્નિશર્માના મસ્તકે હાથ મૂકી વાત્સલ્યપૂર્ણ વચનોથી કહ્યું :
“વત્સ, તેં ઘોર પ્રતિજ્ઞા કરી છે. દઢતાથી પ્રતિજ્ઞાનું પાલન કરજે અને તાપસજીવનને સફળ બનાવજે.”
“પ્રભો, આપની અનુકંપાથી જ મેં આ પ્રતિજ્ઞા કરી છે. આપે મને આપનાં ચરણોમાં આશ્રય આપ્યો, મારા દાઝેલા હૃદય પર ચંદનનાં વિલેપન કર્યો... મને પ્રેમ અને વાત્સલ્ય આપ્યું. આપના હાથમાં મારું જીવન સુરક્ષિત બન્યું....'
વત્સ, તેં જીવનનો મોહ તો ત્યજી જ દીધો છે... હવે તારે આંતરિક લાગણીઓ પર વિજય મેળવવાનો છે. જેમ-જેમ તારી તપશ્ચર્યાની વાત ગામ-નગરોમાં પ્રસાર પામશે તેમ-તેમ ગુણાનુરાગી લોકો તારી પ્રશંસા કરશે. તારી સ્તુતિ કરશે, તારાં દર્શન કરી પોતાની જાતને ધન્ય માનશે. એ વખતે માન-સન્માનની લાગણી જાગવી
ભાગ-૧ ભવ પહેલો
For Private And Personal Use Only