________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના જોઈએ. જેમ અપમાનમાંથી દુઃખની લાગણી જન્મે છે તેમ માન-સન્માનમાંથી હર્ષની લાગણી જન્મે છે. આ બંને લાગણીઓથી મુક્ત રહેવાનું છે. હર્ષ અને વિષાદથી મુક્ત રહેવાનું છે.”
‘ગુરુદેવ, હર્ષ અને વિષાદથી મનને મુક્ત રાખવાનો ઉપાય બતાવવાની કૃપા કરો.”
તે માટે વત્સ, મન અને નયન-બંનેને પરમાત્માના ધ્યાનમાં જોડી દેવાનાં. મનથી દુનિયાના વિચારો નહીં આવે, નયનોથી દુનિયા દેખાશે નહીં. દુનિયાને જોવાનું અને વિચારવાનું બંધ થશે, પછી હર્ષ અને ઉદ્વેગનાં દ્વન્દ્ર નહીં ઊઠે. સમભાવમાં તું સ્થિર રહી શકીશ. આત્માના સ્વયંભૂ આનંદને અનુભવીશ.'
હે પ્રભો, ભૂતકાળના સારા-નરસા અનુભવો સ્મૃતિ બનીને ચિત્તમાં ઉદ્દભવે છે ક્યારેક ક્યારેક, ત્યારે હર્ષ કે ઉદ્વેગની લાગણી જન્મી જાય છે.”
મહાનુભાવ, અનુભવોની સ્મૃતિ થવી સ્વાભાવિક છે. પરંતુ જો મનને આત્મધ્યાનમાં કે પરમાત્મધ્યાનમાં જોડી રાખવામાં આવે તો સ્મૃતિઓને મનમાં આવવાનો અવકાશ રહેતો નથી.'
‘સતત... દિવસ ને રાત મન આત્મામાં કે પરમાત્મામાં જોડાયેલું રહી શકે ખરું?" અગ્નિશર્મા તાપસે પ્રશ્ન કર્યો.
“વત્સ, અભ્યાસથી શક્ય છે. તારે એક મહિના સુધી આ દુનિયાના સંપર્કમાં આવવાની જરૂર નહીં રહે. તપોવનની બહાર જ જવાનું નહીં રહે. તું સતત એક મહિનો ધ્યાનમાં નિમગ્ન રહી શકીશ. નાસિકાના અગ્રભાગ પર દષ્ટિ સ્થાપિત કરીને, પદ્માસને બેસીને.... આત્મા-પરમાત્મામાં સ્થિર... લીન તલ્લીન બની શકીશ, બસ પારણાના દિવસે તારાં મન-નયન દુનિયાના સંપર્કમાં આવશે.” ‘ત્યારે હર્ષ-વિષાદની લાગણીઓને જાગવાની સંભાવના રહેવાની.”
પરંતુ એ સંભાવના બહુ ઓછી રહેવાની, મહિના સુધી આત્મા-પરમાત્માના ધ્યાનમાં આનંદનો અનુભવ કરવા ટેવાયેલું મન હર્ષ-વિષાદથી મુક્ત રહી શકશે. ભૂતકાળના અનુભવોની સ્મૃતિઓ અટકી જશે.”
પ્રભો, આપના કહ્યા મુજબ, તપોવનના પૂર્વ ભાગમાં પથ્થરની ઊંચી શિલા પર હું બેસીશ. પારણાના દિવસે જ ત્યાંથી ઊભો થઈશ.” ‘તારા માટે ઉચિત છે એ સ્થાન.” વાર્તાલાપ સાંભળી રહેલા સર્વ તાપસીને ઉદ્દેશીને કુલપતિએ કહ્યું : તપોવનના તપસ્વજનો, તમારે સહુએ હવે ખૂબ જાગ્રત રહેવાનું છે. અગ્નિશર્મા
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only