________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત હોય છે. તેઓ દેહદ્રષ્ટા નથી, આત્મદ્રષ્ટા છે. તેઓ જીવમાત્રના મિત્ર છે. કોઈપણ જીવને પીડા થાય, તેવું આચરણ તેઓ ક્યારેય કરતા નથી. બીજા જીવોના હિતનો જ વિચાર કરનારા છે. માટે મહાનુભાવ, તું નિશ્ચિંત બનીને તપોવનમાં રહે.'
અગ્નિશમાં આશ્વસ્ત થયો. કુલપતિએ કહ્યું :
'હું તને વિસ્તારથી તાપસધર્મ સમજાવીશ. આશ્રમના આચાર-વિચારોનું જ્ઞાન આપીશ. તે પછી પ્રશસ્ત તિથિના દિવસે શુભ મુહૂર્તમાં તને તાપસી દીક્ષા આપીશ.' ‘ભગવંત, મારા ૫૨ આપે મહાન અનુગ્રહ કર્યો.’
કુલપતિ આર્ય કૌડિન્યે તાપસકુમારને કહ્યું : ‘ભદ્ર, આ આપણા અતિથિને સર્વપ્રથમ દુગ્ધપાન કરાવો અને મધુર ફલાહાર કરાવો. પછી તેને એક અનુકૂળ પર્ણકુટી આપો.’
અગ્નિશર્માને સંબોધીને કહ્યું : ‘વત્સ, ૩૦ દિવસથી તું નિરંતર ચાલતો રહ્યો છે, માટે દુગ્ધપાન અને ફલાહાર કરીને આજે તું વિશ્રામ કરજે. આવતી કાલથી તારો નિત્યક્રમ શરૂ થશે.’
કુલપતિને પ્રણામ કરી, તાપસકુમારની સાથે અગ્નિશમાં તપોવનના સૌન્દર્યને જોતો ચાલવા લાગ્યો. ત્યાં ઊંચાં ઊંચાં અશોક વૃક્ષો હતાં. વિશાળ વાવડીઓમાં રક્ત કમળો ખીલેલાં હતાં. નિર્મળ જલરાશિ પર રાજહંસો તરી રહ્યા હતાં. આમ્રવૃક્ષોની શ્રેણિ ઉપર ભ્રમરોનો ગુંજારવ અને કોયલોના ટહુકાર થઈ રહ્યા હતા. નાગવલ્લીથી વીંટળાયેલાં સોપારીનાં વૃક્ષો તપોવનની શોભા વધારતાં હતાં. દ્રાક્ષલતાઓના મંડપ અને માધવીલતાઓના મંડપોમાં કેળનાં ઘર બનાવેલાં હતાં અને કેળગૃહોમાં તાપસો પદ્માસનસ્થ બેસીને પરમ બ્રહ્મનું ધ્યાન કરી રહ્યા હતા.
તપોવનની એક બાજુ પંક્તિબદ્ધ અનેક પર્ણકુટીઓ હતી, બીજી બાજુ, વર્ષાકાળમાં નિવાસ કરવા માટેનાં ઇંટ-ચૂનાનાં પાકાં મકાનો હતાં. થોડા થોડા અંતરે યજ્ઞકુંડો હતા. યજ્ઞકુંડોમાંથી સુગંધી ધુમાડાની સેરો આકાશમાં ઊંચે ઊંચે જતી હતી.
તપોવનના એક ભાગમાં સેંકડો ગાયોનું ગોકુળ હતું. તાપસો ગાયોને ઘાસ નાંખતા હતા, ગાયોને નવડાવતા હતા અને ગાયોને દોહતા હતા. કેટલીય ગાયો પોતાની લાંબી જીભથી તાપસોને ચાટીને પોતાનો પ્રેમ પ્રદર્શિત કરતી હતી.
અગ્નિશર્માને તપોવન ગમી ગયું. હૃદયમાં વસી ગયું.
કોઈ ભય નહીં, કોઈ પીડા નહીં, કોઈ અપમાન કે તિરસ્કાર નહીં! તાપસોનાં મૃદુ અને મધુર વચન, કુલપતિનું અપાર વાત્સલ્ય... પરસ્પરનો ઉત્કૃષ્ટ મૈત્રીભાવ... શ્રી સમરાદિત્ય મહાકશ
For Private And Personal Use Only
૪૩