________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એનું કોઈપણ અપમાન થતું નથી. ઈશ્વરની ઉપાસનાથી અને યથાશક્તિ તપશ્ચર્યાથી આ બધા વનવાસી પુરુષો સદ્ગતિમાં જવાનું પુણ્યકર્મ બાંધી રહ્યા છે. ખરેખર, તેઓ ધન્યવાદને પાત્ર છે.'
કુલપતિના એક-એક શબ્દ અગ્નિશર્માના હૃદય પર ચંદનનું વિલેપન કર્યું. અગ્નિશર્માએ અપૂર્વ શાન્તિ અને પ્રસન્નતા અનુભવી. એના જીવનમાં ક્યારેય આવી શાન્તિ અને પ્રસન્નતા અનુભવી ન હતી. તેણે કુલપતિનાં ચરણોમાં પ્રણામ કરીને કહ્યું :
“હે મહાત્મનું, આપે કહ્યું તે સાચું જ છે. પૂર્વજન્મોનાં પાપકર્મો જ મને દુઃખી કરતાં હતાં. રાજકુમારનો કોઈ દોષ નથી, મને એના પ્રત્યે કોઈ રોષ નથી. દ્વેષ નથી. મારા જ્ઞાની પિતાજી પણ મને અનેક વાર આ જ વાત કહેતા હતા. મેં પૂર્વજન્મમાં અનેક જીવોને ઘોર દુઃખ આપ્યાં હશે. તેનાં પરિણામરૂપે આ જન્મમાં મારે દુઃખ ભોગવવાનાં આવ્યાં...'
વત્સ, પણ હવે તું તપોવનમાં આવી ગયો છે. અહીં એવું કોઈ જ દુઃખ તારે ભોગવવું નહીં પડે.'
ભગવંત, આપની મારા જેવા તુચ્છ. બેડોળ અને કદરૂપા જીવ પર પરમ અનુકંપા થશે... અને આ આશ્રમમાં સ્થાન મળશે તો ભવોભવ હું આપનો ઉપકાર નહીં ભૂલું. વળી, જો આપ મને આપના તાપસધર્મને યોગ્ય જાણો, અધિકારી જાણો તો મને તાપસવ્રત આપીને કૃતાર્થ કરો.' અગ્નિશર્માની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. કુલપતિએ પ્રેમાળ શબ્દોમાં કહ્યું :
“વત્સ, તારા ચિત્તમાં વૈરાગ્યભાવ પ્રગટ્યો છે, એટલે તું તાપસ બનવા માટે યોગ્ય છે. તાપસ વૈરાગી હોવો જોઈએ. તેનામાં દુનિયાના પ્રશસ્ત વિષયો પર રાગ ના જોઈએ, કે જીવો પ્રત્યે દ્વેષના જોઈએ. તું એવો વિરક્ત આત્મા છે, માટે તાપસ બનવા માટે યોગ્ય છે.”
પરંતુ ગુરુદેવ, મારું આ બેડોળ... કઢંગું શરીર...?'
શરીર ગમે તેવું હોય. જ્ઞાની પુરુષો શરીર નથી જોતા, આત્માને જુએ છે. તારા કૂબડા શરીરમાં અનંત સૌન્દર્યના પુંજ સમાન એક નિત્ય આત્મા રહેલો છે, શાશ્વત આત્મા રહેલો છે. હું તારા એ આત્માને જોઉં છું. તારા આત્મા સાથે આત્મીયતા અનુભવું છું. એટલે જ તને યોગ્ય સમયે સંન્યાસ-દીક્ષા આપીશ.”
‘ગુરુદેવ, આ તપોવનમાં ઘણા તાપસી રહેતા હશે. શું તેઓ મારો પરાભવ નહીં કરે? મારો ઉપહાસ નહીં કરે?” વત્સ, આ તપોવનમાં વસનારા સર્વે તાપસી પોતપોતાની ઉપાસના-આરાધનામાં
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only