________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસંતપુરનું યૌવન સોળે કળાએ ખીલી ઊઠ્યું હતું. હર્ષધ્વનિથી આકાશમંડળ વ્યાપ્ત થઈ ગયું હતું. રાજા-રાણી વસંતપુરના યૌવનને મોહી પડ્યાં. પ્રજાના અપાર પ્રેમે તેમને રદ કરી દીધાં.
નગરના ભવ્ય અને અભુત કળાથી યુક્ત પ્રવેશદ્વારે રાજપુરોહિત મહારાજાના લલાટે કંકુનું તિલક કર્યું, નગરશ્રેષ્ઠીએ સુગંધી પુષ્પોનો હાર પહેરાવ્યો. કુમારિકાઓએ સોના-રૂપાનાં ફૂલોથી વધાવ્યાં, સૌભાગ્યવંતી નારીવૃંદે આરતી ઉતારી ઓવારણાં લીધાં... રાજગુરુએ મંગલ શ્લોકોનું મધુર સ્વરે ઉચ્ચારણ કર્યું અને શોભાયાત્રાનો પ્રારંભ થયો. લોકોએ હર્ષના પોકાર કર્યા. શોભાયાત્રા રાજમાર્ગો પર ફરીને રાજમહેલે પહોંચી.
મહામંત્રીએ પહેલેથી જ પ્રજાજનોનાં યથાયોગ્ય સમાન કરવાની સામગ્રી તૈયાર રાખી હતી, પુરુષોનું સન્માન રાજાએ કર્યું અને સ્ત્રીઓનું સન્માન રાણીએ કર્યું. સન્માન કરી, નગરજનોને વિદાય કર્યો.
પરિવાર સાથે મહારાજાએ “વિમાનકુંદક' નામના એ ભવ્ય મહેલમાં પ્રવેશ કર્યો. મહેલની સુંદરતા, ભવ્યતા, સગવડતાઓ અને વ્યવસ્થા જોઈને રાજા-રાણી તથા રાજપરિવાર પ્રસન્ન થઈ ગયાં. રાણી વસંતસેનાએ કહ્યું : “સુંદર! ઘણું સુંદર! અહીં મને ગમશે... સ્વામીનાથ, આપને પણ ગમશે!” મહારાજાએ રાણી સામે જોયું. તેમના મુખ પર સ્મિત રમી ગયું.
મહામંત્રીએ કહ્યું : “આજે દિવસના ચોથા પ્રહરમાં રાજસભાનું આયોજન કરેલું છે. સંધ્યાકાલીન ભોજન પછી રાત્રિના પહેલા અને બીજા પ્રહરમાં પણ કલાકારોનાં ગીત-નૃત્ય વગેરેના કાર્યક્રમો યોજેલા છે.'
અમે બધા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીશું.' મહારાજાએ સંમતિ આપી. મહામંત્રી ચાલ્યા ગયા. પરિચારિકાઓ રાજા-રાણીને એમના ખંડ તરફ દોરી ગઈ.
૦ ૦ ૦. દિવસના બે પ્રહર પૂરા થઈ ગયા હતા.
ત્રીજા પ્રહરમાં સ્નાન, ભોજન અને વિશ્રામ કરીને, ચોથા પ્રહરના પ્રારંભે રાજારાણીએ ઇન્દ્રસભા જેવી રાજસભામાં પ્રવેશ કર્યો. રાજસભા રાજપુરુષો અને મહાજનોથી ખીચોખીચ ભરાયેલી હતી. કલાકારોનાં વૃન્દ પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયેલાં હતાં.
સર્વ પ્રથમ, નગરના પ્રમુખ શ્રેષ્ઠીએ ઊભા થઈ, મહારાજા પાસે આવી, મસ્તક નમાવીને સ્વર્ણથાળમાં મૂકેલાં અમૂલ્ય રત્નો મહારાજાને ભેટ આપ્યાં. ત્યાર પછી નગરના બીજા શ્રેષ્ઠીઓએ ક્રમશઃ મહારાજાને ભેટણાં અર્પણ કર્યા.
તે પછી મહામંત્રીએ ઊભા થઈને, મહારાજાને પ્રણામ કરી, સભાને ઉદ્દેશીને
શ્રી સમરાદિત્ય મહાકથા
પ૧
For Private And Personal Use Only