________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવેશતાં પણ એ જ કરુણતા દૃષ્ટિપથમાં આવી. કુમાર-પત્ની પ્રભૂજના, વસંતસેનાના ઉત્કંગમાં પડીને કરુણ રુદન કરી રહી હતી.
કુમારના મુખ પર ગંભીરતા છવાઈ ગઈ, તેણે માતા સામે જોયું. વસંતસેનાની આંખો ભીની હતી. તે પોતાના બંને હાથ પુત્રવધૂના માથે મૂકી તેને રુદન નહીં કરવા સમજાવતી હતી. પ્રભંજનાનું રુદન અટકતું ન હતું. “મા!”
બેટા!' “શું છે આ બધું?”
વસંતસેના મૌન રહી. કુમારનો સ્વર સાંભળી પ્રભંજનાએ રાણીના ઉલ્લંગમાંથી પોતાનું મુખ ઉઠાવી લીધું. ઉત્તરીય વસ્ત્રથી આંખો લૂછી નાંખી. વસ્ત્ર ઠીક કરી, એક તરફ ઊભી રહી ગઈ.
મા, માત્ર આ મહેલના સ્ત્રી-પુરુષો જ આંસુ નથી સારતાં, મહેલની ભીંતો પણ રડી રહી છે. સર્વત્ર વિષાદ છવાયો છે. એવું શું બન્યું છે મા? હું કંઈ જ જાણતો નથી.”
એ જણાવવા જ કુમાર, તને શોધતો હું અહીં આવ્યો છું.' મહારાજા ગુણસેને રાણીના ખંડમાં પ્રવેશતાં જ કહ્યું. રાણી વસંતસેના પલંગ પરથી ઊભી થઈ ગઈ. પુત્રવધૂની પાસે જઈને ઊભી રહી. રાજકુમારે પિતાનાં ચરણોમાં પ્રણામ કર્યા.
મહારાજા સિંહાસન પર બેઠા. કુમારને પાસે બેસવા સંજ્ઞા કરી, પરંતુ કુમાર મહારાજાનાં ચરણોમાં બેઠો. બે ક્ષણ સ્વસ્થ બનીને, મહારાજાએ કહ્યું :
કુમાર, મેં અને તારી માતાએ ગૃહત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે. અમે ગુરુદેવશ્રીનાં ચરણોમાં જઈ મહાપ્રવ્રજ્યા અંગીકાર કરી, અમારું આત્મહિત કરીશું. આ વાત આજે મેં મંત્રીમંડળને કરી છે, પ્રાજ્ઞ અને આત્મવાદી મંત્રીશ્વરોએ એમની શુભકામનાઓ પણ સમર્પી... કુમાર, તારો રાજ્યાભિષેક કરીને અમે અહીંથી તરત જ પ્રયાણ કરીશું. રાજપુરોહિતે તારા રાજ્યાભિષેકનું શુભ મુહૂર્ત વસંતપંચમીનું આપ્યું છે. હજુ નવ દિવસ બાકી છે..”
જમીન પર દૃષ્ટિ સ્થિર કરીને બેઠેલો કુમાર કંઈ બોલ્યો નહીં. તેણે મસ્તક ઊંચું કરીને મહારાજા સામે જોયું નહીં. તે જેમનો તેમ બેસી રહ્યો. “માતા અને પિતા આ મહેલમાંથી સદાને માટે ચાલ્યા જાય.. પછી આ મહેલ કેવો લાગે...?' એ કલ્પનામાં ખોવાયેલા કુમારની આંખો નીતરવા લાગી.
વત્સ, તારી આંખોમાં આંસુ? વર્ષો વીતી ગયાં... મેં તારી આંખોમાં ક્યારેય આંસુ નથી જોયાં...' મહારાજાએ કુમારનો હાથ પકડી પોતાની પાસે લીધો. તેના શ્રી સમરાદિત્ય મહાકથા
૧૫૫
For Private And Personal Use Only