________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગટી છે. તે માટે મહાપ્રવ્રજ્યાનો સ્વીકાર કરવો અનિવાર્ય છે.
હવે હું રાજ કુમાર ચન્દ્રસેનનો રાજ્યાભિષેક કરવા ઇચ્છું છું. સોમદેવ, તમે શ્રેષ્ઠ મુહૂર્ત આપો. શીધ્રાતિશદ્ય જે મુહૂર્ત આવે એ મુહૂર્ત રાજ્યાભિષેક કરીને હું અને મહારાણી, અહીંથી પૂજ્ય ગુરુદેવશ્રી પાસે જવા પ્રયાણ કરીશું. એ મુહૂર્ત આવે તે પૂવે હું આટલાં કાર્યો સંપન્ન કરવા ઇચ્છું છું -
સ્નેહી-સ્વજનોનો સત્કાર. જે રાજ્યના સર્વે પ્રજાજનોનું સન્માન. છે ગરીબોને દાન. જ મંદિરોમાં ભવ્ય મહોત્સવ. આ બધાં કાર્યોની તૈયારી કરો.” મહામંત્રીએ કહ્યું : “આપની આજ્ઞા મુજબ આ બધાં જ કાર્યો સંપન્ન થશે, મહાપ્રવ્રજ્યાના પુનિત પંથે જવાની અને અનુમતિ આપીએ છીએ.”
તમે ખરેખર, મારા હિતકારી છો. તમે યથાસ્થિત કહ્યું. હું હર્ષિત થયો છું.' એમ કહીને મહારાજાએ મંત્રીમંડળની સાથે મધ્યાહ્નનું ભોજન કર્યું. સહુને અભિનંદન આપી વિદાય કર્યા.
૦ ૦ ૦. કુમાર ચન્દ્રસેન જ્યેષ્ઠ રાજકુમાર હતો. એ યૌવનમાં પ્રવેશેલો પરાક્રમી રાજકુમાર હતો. તેણે મહારાજા ગુણસેનની સાથે બે યુદ્ધોમાં પણ ભાગ લીધો હતો. યુદ્ધકૌશલ બતાવીને તેણે ધવલ કીર્તિ પ્રાપ્ત કરેલી હતી.
પરાક્રમી હતો, પરંતુ યૌવનસુલભ ઔદ્ધત્યથી એ મુક્ત હતો. તેની ઉદારતાનાં, નગરની શેરીએ શેરીએ ગીત ગવાતાં હતાં. તેના હૃદયમાં રાજ્યની પ્રજા પ્રત્યે વાત્સલ્ય હતું. દુઃખીજનોનાં દુઃખ દૂર કરવા માટે તે રાત-દિવસ તત્પર રહેતો હતો. તેને મહારાજા ગુણસેનની રાજનીતિ પસંદ હતી. તે મહારાજાનો માન-મોભો ને મર્યાદાનું પાલન કરતો હતો.
ચન્દ્રસેન નિર્વ્યસની હતો. તે જે કાર્ય કરતો, દક્ષતાથી અને સભાનતાથી કરતો. અલબતું, તે બહુ જ ઓછું બોલતો. તેના મુખ પર જેવી તેજસ્વિતા ઝળકતી તેવી જ પ્રસન્નતા રમતી રહેતી.
તેણે મહેલમાં અચાનક આવેલું પરિવર્તન જોયું.
પરિચારિકાઓની આંખોમાં આંસુ ઊભરાતાં જોયાં. પરિચારકોને પ્લાન મુખવાળા જોયા. દ્વારપાલોને વિષાદથી ઘેરાયેલા જોયા... ક્યારેય પણ તેણે મહેલને શોકથી લીંપાયેલો જોયો ન હતો. તે ત્વરાથી માતા વસંતસેના પાસે પહોંચ્યો. માતાના ખંડમાં
ભાગ-૧ ૪ ભવ પહેલો
૧૪
For Private And Personal Use Only